ખેતરમાં ઘાસચારો કાપવા ગઈ હતી ત્યારે બનેલો બનાવ.
ઝઘડીયા;
ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કમઁ કરી તેની હત્યાનો પ઼યાસ કયઁ હોવાની ફરિયાદ ઉમલલા પોલીસ સ્ટેશનમાં નોંધા છે. પોલીસે યુવાન સામે ગુનો નોંધી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી છે.
ઉમલલા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી અનુસાર મહુવાડા ગામમાં રહેતી સગીરા ચારો કાપવા માટે ખેતરમાં ગઈ હતી તે દરમિયાન મહુવાડા ગામનો નિરવ વસાવા તેની પાસે આવ્યો હતો. અને કહેવા લાગેલ કે મારે તારી સાથે શારિરિક સંબંધ બાંધવો છે.તેવી માગણી કરતા સગીરાએ ના પાડતા જબરજસ્તી કરીને શેરડીના અને મકાઈના ખેતરમાં
ઠસરી અંદરના ભાગે લઈ જઈ દુષ્કમઁ આચરતા સગીરાએ બુમાબુમ કરતા મોઢું દબાવીને યુવકે પેન્ટના ખિસ્સામાંથી પાકીટમાં રહેલા બ્લેડ કાઢીને સગીરાને ગળાંના ભાગે ઉપરાછાપરી આઠ થી નવ જેટલા ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડેલ અને મારી નાખવાની કોશિશ કરેલ તે સમયે બુમાબુમની અવાજ સાંભળી ને સગીરાની મોટી બહેન આવી જતાં હવસખોર નિરવ ભાગી ગયો હતો. લોહીલુહાણ સગીરાને સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી.
ઉમલલા પોલીસ સ્ટેશને બનાવ સંદર્ભેમાં ગુનો નોંધી આરોપી નિરવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
ઝઘડીયા તાલુકા
પ઼કાશ ચૌહાણ 9974156364
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"