ભાજપને સત્તામાં આવતી રોકવી હોય તો વિપક્ષે એક થવું પડશે ૨૦૧૯માં મારી ભૂમિકા અત્યંત મહત્વની, રાફેલ ડીલ દેશહિતમાં : શરદ પવાર

0
6

સીબીઆઈમાં થયેલી રામાયણ મુદ્દે પવારે કહ્યું,જા કેન્દ્રની સરકાર સાફ સુથરી હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત
મુંબઈ,તા.૨૩
એનસીપી નેતા શરદ પવારે ૨૦૧૯માં ભાજપને સત્તાથી અળગી રાખવા બિન-ભાજપી પાર્ટીઓના ગઠબંધન પર ભાર આપ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, તે રાજકારનમાં ગઠબંધનના પક્ષકાર રહ્યાં છે અને તમાન રાજ્યોમાં આવુ થાય તેમ તે ઈચ્છે છે. એનસીપી અધ્યક્ષે કહ્યું હતું કે, ૨૦૧૯માં બિન-ભાજપી દળોને એક મંચ પર લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હશે.
સાથે જ તેમને રાફેલ યુદ્ધ વિમાન મામલે શરદ પવારે કહ્યું હતું કે, આ વિમાન દેશ માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેની કિંમતોને લઈને લોકોના મનમાં જે શંકાઓ છે તેનું સમાધાન થવું જાઈએ. સીબીઆઈના વિવાદને લઈને મરાઠા નેતાએ મોદી સરકારને ઘેરી હતી.
એનસીપી અધ્યક્ષ શરદ પવારે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દે વાતચીત કરી હતી. તેમણે ભાજપને પરાજય આપવા માટે પવારે ગઠબંધનને મહત્વનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપીનું સાથે આવવું પણ જરૂરી છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ગઠબંધન થવું જાઈએ. ભાજપને જા સત્તામાં આવતી રોકવી હોય તો બિન-ભાજપી નેતાઓએ સાથે આવવુ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે પણ ક્્યારેક એકલા હાથે ચૂંટણી લડી નથી. ૨૦૧૯માં વિરોધ પક્ષના નેતાઓને એક મંચ પર લાવવામાં મારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. હું ભાજપ વિરૂદ્ધ ગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહ્યો છું.
રાફેલ વિમાનને લઈને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. પરંતુ શરદ પવારે ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવનારા યુદ્ધ વિમાન રાફેલને દેશ માટે મહત્વનું ગણાવ્યું હતું. પરંતુ તેમણે કહ્યું હતું કે, તેની કિંમતોને લઈને લોકોના મનમાં જે શંકા છે તે દુર થવી જાઈએ. તેમણે ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે, બોફોર્સ મામલે જેસીપીની માંગણી કરનારી ભાજપ રાફેલ મામલે કેમ ચુપ છે?
સીબીઆઈમાં ઉભી થયેલી રામાયણને લઈને શરદ પવારે કહ્યું હતું કે, જા કેન્દ્રની સરકાર સાફ સુથરી હોત તો આવી સ્થિતિ જ ના ઉભી થઈ હોત. સીબીઆઈ પર વડાપ્રધાનના મૌન પર પણ પવારે સવાલ ખડા કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ છે પરંતુ વડાપ્રધાન ચુપ છે. મોદીના મંત્રીઓ માત્ર હસ્તાક્ષર જ કરે છે. મોદી પાસે ટીમ તો પણ ક્ષમતા નથી તેમ પવારે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY