મુંબઈ,તા.૨૯
હાલ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે તો એ છે મોટા સ્ટાર્સના લગ્ન. દીપિકા અને રણવીર સિંહ તેમના લગ્નની ઓફિસયલ જાહેરાત કરી દીધી છે. આ સિવાય પ્રિયંકા ચોપરા અને નિક જાનસના લગ્નની ચર્ચા પણ છવાયેલી છે. પ્રિયંકાના લગ્ન અને દીપિકાના લગ્નના રિસેપ્શન પાર્ટીની ટક્કર થવાના ન્યુઝ પણ મળી રહ્યા છે. પરતું તાજેતરના રિપોટ્ર્સનું માનવામાં આવે તો આ અનુમાન પર પૂર્ણ વિરામ લાગતું જાવા મળી રહ્યું છે.
૧૪-૧૫ નવેમ્બરે દીપિકા-રણવીરના લગ્ન ઈન્ડિયામાં બે રિસેપ્શન રાખવામાં આવશે. તેમાં એક મુંબઈમાં ૨૧ નવેમ્બરે આયોજન કરવામાં આવશે અને બીજું દીપિકાના હોમ ટાઉન બેંગ્લોરમાં ૨૮ નવેમ્બર રાખવામાં આવશે. પહેલા આ રિસેપ્શન પાર્ટી ૧ નવેમ્બરે હોવાના અહેવાલ મળી રહ્યા હતા. તો સુત્રોના કહેવા મુજબ પ્રિયંકા અમે નિકના લગ્ન બંને રિસેપ્શન પૂર્ણ થયા પછી કરવામાં આવશે. બંનેના લગ્ન જાધપુરના ઉમૈદ ભવન પેલેસમાં ૩૦ નવેમ્બરથી લઈએ ૧ ડીસેમ્બર સુધી રાખવામાં આવશે.
૨૧ ઓક્ટોબરે દીપિકા અને રણવીર સિંહે સોશિયલ મીડિયામાં તેમના લગ્નનું કાર્ડ શેર કરની તેમના લગ્નની ડેટ જાહેર કરી હતી. આ પછીથી જ બંને બધી બાજુથી શુભેચ્છાઓ મળવા લાગી છે. રિપોટ્ર્સ પ્રમાણે બંને લેક કોમો ઇટલીના આલિશાન વિલા ડેલ બાલબિયાનેલોમાં લગ્ન કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



