લોકસભા ચૂંટણી પછી રામમંદિર નિર્માણ શરુ થશેઃ મોહન ભાગવતનો યૂ-ટર્ન

0
9

વીએચપી બાદ સંઘના વડાની જાહેરાત
દહેરાદૂન,તા.૭
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘ લોકસભા ચૂંટણી પછી રામ મંદિર નિર્માણ શરૂ કરી દેશે, પછી કેન્દ્રમાં કોઈ પણ પાર્ટીની સરકાર બને. જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી સુધી રામ મંદિર આંદોલન રોકી રહ્યા છીએ.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આયોજિત આરએસએસના એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે રામ મંદિર, ધાર્મિક ભેદભાવ અને જાતિગત અનામત સંબંધિત ધણાં મુદ્દા પર સવાલોના જવાબ આપ્યા. રામ મંદિરના મુદ્દે ભાગવતે કહ્યું- હાલમાં કુંભ મેળો થયો, ‘ધર્મ સંસદ’ મુજબ જ મંદિરનું નિર્માણ થશે. આ અંગે આરએસએસના એક અન્ય નેતાએ કહ્યું- ભાગવતજીએ કહ્યું છે કે ચૂંટણી પછી કોઈ પણ સરકાર સત્તામાં આવે, સંઘ ધર્મગુરુઓ સાથે મળીને કાર્યવાહી કરશે.
આરએસએસના નેતા એ પણ કહ્યું કે ભાગવતે રામ મંદિર નિર્માણ માટે કોઈ તારીખ નક્કી નથી કરી પણ આ સ્પષ્ટ કર્યું છે કે રામ મંદિર અને ગૌરક્ષા જ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે અને તે ઘણું મહત્વપૂર્ણ છે. હાલમાં જ થયેલી ધર્મ સંસંદમાં કહેવાયું હતું, જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, સેકયુલર રાજકીય તાકતો એક થઈ રહી છે. સંત સમાજ રામ જન્મભૂમિ મુદ્દાને રાજકીય મુદ્દામાં ન બદલે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY