કોર્ટે આરોપીને ૧૫૦૦નો દંડ પણ ફટકાર્યો દારૂ પીતા પકડાયેલાને કોર્ટે એક દિવસ કોર્ટ રૂમમાં બેસી રહેવાની સજા આપી!!

0
12

અમદાવાદ,તા.૧૬
ત્રણ વર્ષ પહેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવને કેસમાં પોલીસના હાથે ઝડપાયા હતો. છેલ્લા છ મહિનાથી તેઓ જેલવાસ ભોગવતો હતો, પરંતુ, કોર્ટે હવે તેને આ સજામાંથી રાહત આપી છે. કોર્ટે તેને કોર્ટરૂમમાં એક દિવસ કોર્ટરૂમમાં બેસી રહેવાની સજા સંભળાવી છે અને ૧,૫૦૦ રૂપિયાનો આર્થિક દંડ ફટકાર્યો છે. કોર્ટેનું આમ કરવા પાછળનું કારણ એ છે કે, આરોપીને પસ્તાવો થયો છે અને તેણે પોતાની ભૂલ કબૂલી લીધી છે.
દારૂના નશામાં ગાડી ચલાવીને ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુનું સેવન કરી તેણે નિયમનો ભંગ કર્યો હતો. પરમારે કોર્ટને વચન આપ્યું હતું કે, તે હવે પછી કયારે દારૂને હાથ નહીં લગાવે, દારૂ નહીં પીવે અને નશામાં કયારેય વાહન નહીં ચલાવે. મેટ્રોપોલીટન કોર્ટે આદેશ કર્યો હતો કે, જયાં સુધી કોર્ટની તમામ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી એક દિવસ તે કોર્ટમાં બેસી રહેશે અને ૧,૫૦૦ રૂપિયા દંડ ભરશે. આવું એટલા માટે કારણ કે પરમારને તેના ગુનાનો અહેસાસ થયો છે.
આ અંગે તેણે પોતાની વાત રજૂ કરી હતી અને કોર્ટે નરમ વલણ દાખવ્યું હતું. જા તેને સળિયા પાછળ મોકલવામાં આવે તે તેમનો વધુ આર્થિક ભીસમાં આવી જાય એમ હતો. કોર્ટે ગુનેગારની વાતને ગંભીરતાથી લઈને નરમ વલણ અપનાવ્યું છે તથા સજા હળવી કરવાની વાત માની છે. આવું એટલા માટે કારણ કે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, કેટલાક અનિર્ણિત કેસનો નિકાલ કરવામાં આવે છે અને અનિર્ણિત કેસની ઝડપથી પ્રક્રિયા કરી આવા કેસની સંખ્યા ઘટાડવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY