ન્યુ દિલ્હી,તા.૧૬
સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નામનું ફેક ટ્વીટર એકાઉન્ટ ખોલનાર અજાણ્યા વ્યક્તિ સામે દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને આ મામલે ફરિયાદો મળી હતી. જેમાં ચીફ જસ્ટીસનાં નામનું ફેક ટ્વીટર એકાઉન્ટ કોઇ વ્યક્તિએ ખોલ્યું છે.
આ વાત પોલીસનાં ધ્યાનમાં આવતા, પોલીસે આ મામલે એડિશ્નલ રજીસ્ટ્રાર (સલામતી), સુપ્રિમ કોર્ટનું ધ્યાન દોર્યુ હતું. સુપ્રિમ કોર્ટનાં અધિકારીઓ દ્વારા આ વિશે તપાસ કરતા ખબર પડી કે, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇનાં નામનું ટ્વીટર એકાઉન્ટ એક્ટિવ છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. જે કોઇ શખ્સ મુખ્ય ન્યાયમૂર્તિનાં નામથી આ ટ્વીટર હેન્ડલનો ઉપયોય કરે છે તે, વિવિધ મુદ્દાઓ પર કોમેન્ટ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલું જ નહીં, પણ આ વ્યક્તિએ મુખ્ય ન્યાયમૂર્તિના ફોટોનો તેના પ્રોફાઇલ ફોટા તરીકે ઉપયોગ કર્યો છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ ટ્વીટર એકાઉન્ટ ફેક હોય એમ સાબિત થતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પછી અજાણ્યા શખ્સ સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે આ મામલાની તપાસ માટે ટ્વીટર ઇન્ડિયાને ઇમેઇલ લખી વિગતો માંગી છે અને આ એકાઉન્ટ બંધ કરાવી દીધું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




