દિલ્હીમાં વરસાદ પડતા મુંબઈ,બેંગ્લુરુની તુલનાએ હવા શુદ્ધ થઈ..!!

0
172

ન્યુ દિલ્હી,તા.૨૫
વરસાદની બાબતમાં દિલ્હી અને મુંબઇની તુલના થઇ શકતી નથી, પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદની બાબતમાં દિલ્હીએ મુંબઇને પછાડી દીધું હતું. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં જ્યાં ર૩૩.૩ મિ.મી. વરસાદ થઇ ચૂક્્યો હતો ત્યાં મુંબઇમાં માત્ર ૬ર.૯ મિ.મી. વરસાદ થયો છે. આ ઝમાઝમ વરસાદે હવાને એટલી સ્વચ્છ કરી દીધી છે કે હવે મુંબઇ, પુણે, અમદાવાદ અને બેંગલુરુની તુલનામાં દિલ્હીની હવા વધુ શુદ્ધ થઇ ચૂકી છે.
દિલ્હીમાં આખા સપ્ટેમ્બર દરમિયાન ૧રપ.૧ મિ.મી. વરસાદ સામાન્ય છે, પરંતુ સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં ર૩૩.૩ મિ.મી. વરસાદ થઇ ચૂક્્યો છે જ્યારે મુંબઇમાં આ મહિનાનો સામાન્ય વરસાદ ૩૪૧.૪ મિ.મી. છે, પરંતુ અત્યાર સુધી માત્ર ૬ર.૯ મિ.મી. વરસાદ થયો છે. દિલ્હીમાં સપ્ટેમ્બર દરમિયાન આટલો વરસાદ ર૦૧૦માં પડ્યો હતો.
સપ્ટેમ્બરના આ રેકોર્ડબ્રેક વરસાદે દિલ્હીની હવાને શુદ્ધ કરી દીધી છે. હવે રાજધાનીને શ્વાસ લેવાનો મોકો મળ્યો છે. દિલ્હીની હવા અત્યારે સૌથી શુદ્ધ ગણાતાં શહેરો મુંબઇ, અમદાવાદ, પુણે અને બેંગલુરુ કરતાં પણ શુદ્ધ બની ચૂકી છે. સીપીસીબીના એર ઇન્ડેક્સ મુજબ દિલ્હીનો એર ઇન્ડેક્સ માત્ર પર છે જ્યારે મુંબઇનો ૭૯, બેંગલુરુનો ૮૦, પુણેનો ૭૬ અને અમદાવાદનો ૭૯ નોંધાયો છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં આટલી શુદ્ધ હવા હોતી નથી. સ્કાયમેટના ચીફ મેટ્રોલોજિસ્ટ મહેશ પલાવતે કહ્યું  કે દિલ્હીમાં મોન્સૂન દરમિયાન સૌથી વધુ વરસાદ ઓગસ્ટમાં થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY