દિલ્હી ગેંગરેપનો ઘટનાક્રમ

0
13

નવી દિલ્હી,તા.૯
સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચર્ચાસ્પદ મામલામાં અપરાધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચોથી મેના દિવસે અપરાધી પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી ગેંગરેપનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
૧૬-૧૭મી ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે શું થયું
¨ મેડીકલ વિદ્યાર્થીની રાત્રે ૯ વાગે પોતાના મિત્રની સાથે દિલ્હીના સાકેટ મોલથી ફિલ્મ નિહાળીને ઘરે જવા નીકળી હતી. બંને ઓટોથી મુનીરકા પહોંચ્યા હતા. અહીંથી આ લોકો ચાર્ટડ બસમાં બેઠ્યા હતા. બસમાં ડ્રાઈવર સહિત છ પુરુષો હતા. તમામ નસામાં હતા. આ લોકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું. મિત્રએ વાંધો ઉઠાવતા તેના ઉપર પ્રહાર કરાતા તે બેભાન થઈ ગયો હતો.ત્યારબાદ જઘન્ય રીતે વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૪૦ મિનિટ સુધી તેને નિર્દય રીતે માર પણ મારવામાં આવી હતી. બળાત્કારીઓએ યુવતીના શરીરના જુદા જુદા હિસ્સાઓ ઉપર ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં તેના આંતરડાઓને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ આ યુવતી અને તેના મિત્રને નિર્વ† હાલતમાં ચાલતી બસમાંથી મહિપાલપુર નજીક ફેંકી દીધા હતા. વહેલી સવારે લોકોને જાણ થયા બાદ પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસે તેમને સફદરજંગ હોÂસ્પટલમાં દાખલ કર્યા હતા.
¨ ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ ઃ મામલાની ચકાસણી શરૂ થઈ, મુખ્ય આરોપી રામસિંહ પકડાયો.
¨ ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ ઃ જવાહરલાલ નહેરુના વિદ્યાર્થીઓએ મુનીરકામાં વિરોધ પ્રદર્શન કર્યા. સંસદમાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે અપરાધીઓને મૃત્યુદંડ આપવાની માંગકરી હતી. આ જ દિવસે અન્ય ત્રણ આરોપી મુકેશસિંહ, વિનય શર્મા અને પવન ગુપ્તાની ધરપકડ કરાઈ હતી.
¨ ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ ઃ કિશોર આરોપી શખસની ધરપકડ કરી દેવાઈ
¨ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ ઃ દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષીતના આવાસની બહાર હિંસક વિરોધ પ્રદર્શન થયા. પીડિતાના મિત્રએ પોલીસને માહિતી આપી
¨ ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ ઃ નિર્ભયના મિત્રએ આરોપી મુકેશને ઓળખી કાઢ્યો, છઠ્ઠા આરોપી અક્ષય ઠાકોરની ધરપકડ કરાઈ
¨ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨ ઃ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બનતા સરકારની ઊંઘ હરામ થઈ. નિર્ભયાની હાલત ગંભીર બનેલી હગતી.
¨ ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ ઃ પ્રદર્શનનો સિલસિલો જારી રહ્યો. એક પોલીસ કોન્સ્ટેબલ તોમર બેભાન મળી આવ્યા. પોલીસે તેમના પર હુમલાના સંદર્ભમાં આઠ પ્રદર્શનકાર્યોની ધરપકડ કરી હતી.
¨ ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ ઃ વડાપ્રધાન મનમોહનસિંહે ટીવી ઉપર નિવેદન કર્યું હતું. દેખાવકારોને ઘરે જવાની અપીલ કરી હતી અને મહિલાઓની સુરક્ષાને મજબૂત કરવાની ખાતરી આપી હતી. એ જ દિવસે બે અપરાધીઓને દિલ્હીની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓએ પણ પોતાના અપરાધ માટે ફાંસી આપવાની માંગ કરી હતી.
¨ ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ ઃ નિર્ભયાએ પોલીસને નિવેદન આપ્યુ ંહતું, કોન્સ્ટેબલ સુભાષ તોમરનું મોત થયું.
¨ ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ ઃ વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો.
¨ ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ ઃ નિર્ભયાને સારવાર માટે સિંગાપુર લઈ જવામાં આવ્યો અને માઉન્ટ એલિઝાબેથ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં તેની ઉચ્ચ સારવાર શરૂ થઈ.
¨ ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ ઃ ભારતીય સમય મુજબ રાત્રે આશરે ૨ વાગે નિર્ભયાનું મોત થયું
¨ ૨ જાન્યુઆરી ૨૦૧૩ ઃ સુપ્રીમ કોર્ટે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ કબીરે મહિલાઓની સમે અપરાધ સાથે સંકળાયેલા મામલાઓ માટે ફાસ્ટટ્રેક કોર્ટની શરૂઆત કરાઈ
¨ ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ ઃ આ મામલાને ફાસ્ટટ્રેક કોર્ટને સોંપી દેવામાં આવ્યો
¨ ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ ઃ જ્યુએનાઈલ બોર્ડે કહ્યું કે એક આરોપી કિશોર છે.
¨ ૨જી ફેબ્રુઆરી ૨૦૧૩ ઃ દિલ્હી પોલીસે પાંચ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કરી આરોપીઓ ઉપર હત્યા, રેપ અને અપહરણના આરોપ મૂકવામાં આવ્યા
¨ ૧૧મી માર્ચ ૨૦૧૩ ઃ આરોપી પૈકીના એક રામસિંહે તિહાર જેલમાં પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી
¨ ૧૧મી જુલાઈ ૨૦૧૩ ઃ જુએનાઇલ આરોપી દોષિત ઠેરવવામાં આવ્યો અને તેને ત્રણ વર્ષ માટે બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો
¨ ૩૧મી ઓગસ્ટ ૨૦૧૩ ઃ કિશોરને ગેંગરેપને દોષિત જાહેર કરીને ત્રણ વર્ષ સુધી બાળ સુધારગૃહમાં મોકલવાનો આદેશ કરાયા
¨ ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ ઃ કોર્ટે મુકેશ, વિનય, પવન ગુપ્તા અને અક્ષય ઠાકોરને દોષિત ઠેરવવામાં આવ્યા
¨ ૧૨મી સપ્ટેમ્બર ૨૦૧૩ ઃ કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી
¨ ૧૩મી માર્ચ ૨૦૧૪ ઃ દિલ્હી હાઈકોર્ટે ચારેય અપરાધીઓની ફાંસીની સજાને યોગ્ય ઠેરવી હતી
¨ બીજી જૂન ૨૦૧૪ ઃ બે અપરાધીઓએ હાઇકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
¨ ૧૪મી જુલાઈ ૨૦૧૪ ઃ સુપ્રીમ કોર્ટે ચારેય અપરાધીઓની ફાંસીની સજા ઉપર સુનવાણી પૂર્ણ થવા સુધી પ્રતિબંધ મુક્યો
¨ ૨૭મી માર્ચ ૨૦૧૭ ઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પરિપૂર્ણ કરી લેવામાં આવી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો
¨ ૫મી મે ૨૦૧૭ ઃ સુપ્રીમ કોર્ટે તમામ અપરાધીઓની ફાંસીની સજા અકબંધ રાખી
¨ ચોથી મે ૨૦૧૮ ઃ સુપ્રીમ કોર્ટે પવન, વિનય અને મુકેશની ફેરવિચારણા અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો
¨ ૯મી જુલાઈ ૨૦૧૮ ઃ રિવ્યુ પિટિશન પર સુનાવણી હાથ ધરતી વેળા સુપ્રીમે પિટિશનોને ફગાવી દીધી અને અપરાધીઓની મૃત્યુદંડની સજા અકબંધ રાખી
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY