સાડીના વેપારમાં અંદાજીત રૂ. ૨૦ લાખનું દેવું થતાં વિતેલા એક માસથી સેલવાસથી દારૂ લાવી વેચતા પાસોદરના યુવાનને સરથાણા પોલીસે સીમાડા નહેર પાસે કારમાંથી રૂ. ૪૫,૮૫૦ના દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસે મળેલી બાતમીના આધારે ગત સાંજે સીમાડા નહેર હરેક્રિષ્ણા વિલેજ હોટલ સામે રોડ ઉપરથી પસાર થતી એસન્ટ કાર (નં. એમએચ-૦૪-બીવાય- ૨૬૭૯)ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી ૧૮૩ બોટલ અને બિયરના ૪૬ ટીન મળી રૂ. ૪૫,૮૫૦નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કારચાલક મહેશ નાગજીભાઇ માંગરોળીયા (ઉ.વ. ૩૧, રહે. એ-૧૭, જી-૪, ઓમ ટાઉનશીપ વિભાગ-૫, પાસોદરા ગામ, કામરેજ, જી. સુરત. મૂળ રહે. અમરેલી) અને સાથે બેસેલી મહિલા અરૂણાબેન જશમંતભાઇ જીવાણી (ઉ.વ. ૪૫, રહે. ૩૦૮, કરૃણાનિધિ રેસીડન્સી, સાવલીયા સર્કલ પાસે, યોગીચોક, સરથાણા, સુરત. મૂળ રહે. ભાવનગર)ની પણ ધરપકડ કરી હતી. પોલીસે મહેશભાઇની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સાડીનો વેપાર કરતા હતા પરંતુ તેમાં અંદાજીત રૂ. ૨૦ લાખનું દેવું થતાં તેમણે એક માસ અગાઉ દારૃનો ધંધો શરૂ કર્યો હતો. કારમાં દારૂ લાવતી વેળા પોલીસને શંકા ન જાય તે માટે તેમણે અરૃણાબેનને માસિક રૂ. ૮૦૦૦ના પગાર ઉપર રાખ્યા હતા. અરૃણાબેને જ્યારે પણ મહેશભાઇ દારૂ લેવા જાય ત્યારે સાથે આવવાનું હતું. પોલીસે મહેશભાઇ પાસેથી દારૂ ઉપરાંત કાર, બે મોબાઇલ ફોન વિગેરે મળી રૂ. ૧,૦૮,૮૫૦નો મુદ્દામાલ કબજે કરી મહેશભાઇને દારૂ આપનાર સેલવાસના વિપુલભાઇને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પી.આઇ. એન.ડી. ચૌધરી કરી રહ્યાં છે. ક્રાઇમબ્રાંચે ગત સાંજે લિંબાયત રત્નપ્રભા સોસાયટીમાં આવેલી આંગણવાડી પાસેથી રૂ. ૧૮,૫૦૦ની કિંમતની વ્હીસ્કીની ૨૦૫ બોટલ, રૂ. ૭૨૦૦ની કિંમતના બિયરના ૭૨ ટીન અને રૂ. ૧૬૦૦ની કિંમતની દેશી દારૂની ૮૦ બોટલ મળી કુલ રૂ. ૨૭,૩૦૦ના દારૂ સાથે ગોપાલ ઉર્ફે રાવન નાનાભાઇ રાજપૂત (ઉ.વ. ૨૧, રહે. ૧૬૫, રત્નપ્રભા સોસાયટી, આંગણવાડીની બાજુમાં, લિંબપાયત, સુરત. મૂળ રહે. મહારાષ્ટ્ર) અને સાગરસીંગ રજેસીંગ જમાદાર (ઉ.વ. ૨૫, રહે. ૩૫-૩૬, મહારાણા પ્રતાપ સોસાયટી, ગોડાદરા, સુરત. મૂળ રહે. મહારાષ્ટ્ર)ને ઝડપી લીધા હતા. ક્રાઇમબ્રાંચે દારૂ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી દારૂ મંગાવનાર બુટલેગર રાજુ પાટીલ (રહે. ધીરજનગર, આસપાસ મંદિર પાસે, લિંબાયત, સુરત)ને વોન્ટેડ જાહેર કરી આ અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"