ભણશે ગુજરાત ના ગામડાઓમાં બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ ભણતર છોડવા મજબૂર

0
12

બનાસકાંઠા,તા.૧
ગામડાના વિદ્યાર્થીઓને ભણવું છે. ગમે તે કરીને આગળ વધવું છે. પછી ભલે કોઈ સુવિધા ન હોય કે મુશ્કેલીઓ વેઠવી પડે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, સુઈ ગામ અને થરાદ તાલુકાના ગામડાઓમાં કંઈક આવી જ હાલત છે. શાળાએ જવા-આવવા એસટી બસની પૂરતી સુવિધા નથી. ત્યારે જીવના જાખમે વિદ્યાર્થીઓ સવારી કરવા મજબૂર બન્યાં છે. ત્યારે એસટી બસોના રૂટ વધારવા ઉગ્ર માગ ઉઠી છે.
આ વિદ્યાર્થીઓ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના આ વિદ્યાર્થીઓ વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના ગામડાઓના છે. ઘરેથી દૂર શાળામાં ભણવા જવા માટે દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પાસે બસનો પાસ તો છે પણ બસની પુરતી સુવિધા નથી. જેને કારણે જે બસ મળી તેમાં ખીચોખીચ બેસીને જવા મજબૂર બન્યાં છે. જા આ બસ ચૂકી જવાય તો શાળાએ મોડા પડાય અથવા રજા પણ પડે.
તો એવું પણ બને છે કે ઘરે જવા માટે ઘણી વખત પાછલા પિરિયડ છોડી દેવા પડે છે. જા ચાલુ અભ્યાસે ન નીકળે તો બસ ચૂકી જવાય. અને બીજી બસ ક્યારેયઆવે તેનું કંઈ નક્કી નહીં. તેથી અભ્યાસ પર પણ માઠી અસર પહોંચી રહી છે. ત્યારે જે બસ આવે તેમાં જ ખીચોખીચ ભરાઈને જીવના જાખમે જવું પડે છે. ખીચોખીચ ભરેલી બસનો વીડિયો જૂનો હોવાનું કહીને ડેપો મેનેજરે બચાવ કર્યો.
બાળકો માટે બસોની સુવિધા ના હોવાથી ખાનગી તેમજ જે તે અન્ય વાહનો મળે તેમાં બેસી મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે અને એકજ અવાજ છે વિધાર્થીઓની સ્પેશિયલ બસો બાળકો માટે ફળવાય તો જ શાળાના સમયે સવારે અને સાંજે ઘરે ટાઈમ સર પહોંચાય. દરરોજ શાળાએ જવા આવવા પડતી હાલીકીને કારણે ઘણી વિદ્યાર્થીનીઓ હતાશ થઈ રહી છે અને પુરતું શિક્ષણ ન મળતાં અભ્યાસ છોડી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY