ડિજીવીસીએલ કંપનીમાં જનરલ મેનેજર ફાઈનાન્સ દ્વારા એકાઉન્ટ સાઈડે બદલીમાં એક યુનિયન સાથે સાઠ ગાંઠ કરી તેમની વલના અને મનગમતા યુનિયન ના સભ્યો હોદ્દેદારોની કંપની ઇન્ટરેસ્ટ માં બદલી કરી આપી , અને તેમને કંપની ઇન્ટરેસ્ટ માં બદલી કરતા હજારો રૂપિયાના ભાડા ભથ્થા અને રજાઓ અપાવી કંપનીને નુકશાન કરી રહયા છે. અને બીજા કર્મચારીઓની રિકવેસ્ટ આગળ હોવા છતાં બાયપાસ કરી અન્યાય કરવામાં આવી રહ્યો હોય , કર્મચારીઓ ની ફરિયાદ અને રજુઆત પગલે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જીયુવીએનએલ વડોદરા શ્રી પંકજ જોશી સાહેબને અગાઉ ફરિયાદ કરેલી હતી. જેનું હજી નિરાકરણ ન આવતા આવનારા દિવસોમાં આંદોલન કરવા યુનિયન નોટિસ આપે તો નવાઈ નહીં.
ડિજીવીસીએલ કંપની મા કર્મચારીઓને ન્યાય મેળવવા આંદોલન જ એક માર્ગ છે.
જે વારંવાર થતા આંદોલનો ઉપરથી જણાય રહ્યું છે. ડિજીવીસીએલ નું મેનેજમેન્ટ વાહલા દવલાની નીતિ કરવા પંકાયેલ છે. તેમજ કર્મચારીઓની ફરિયાદો નો નિકાલ નહીં કરી હંમેશા વિવાદ ઉપસ્થિત રાખી રહ્યું છે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







