કઠુઆ ગેંગરેપ : રાહુલ ગાંધી નિર્ભયા સમયે ક્યાં હતા ? : પ્રકાશ જાવડેકર

0
107

ન્યુ દિલ્હી,
તા.૧૫/૪/૨૦૧૮

કોંગ્રેસ બદનામ કરે છે, ૮૪ના તોફાનમાં રાહુલ કેમ ચૂપ?

કઠુઆ ગેંગરેપ કેસને લઈને કોંગ્રેસના વિરોધને લઈને ભાજપે રવિવારે રાહુલ ગાંધીને આડે હાથ લીધા. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પૂછ્યું કે રાહુલ સિખ રમખાણમાં મહિલાઓ પર થયેલાં અત્યાચાર પર મૌન કેમ છે? તેઓએ કહ્યું કે ૮ વર્ષની બાળકી સાથે દરિંદગી અને હત્યા કરનારા દોષિતોને કડક સજા મળે. કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય કે જેથી પરિવારને જલદીથી ન્યાય મળે. બીજી બાજુ દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે આપ રાજધાનીમાં રમખાણ કરાવવા માગે છે. ગત દિવસે રામ નવમીના સરઘસમાં તેના માણસોએ ભાજપને બદનામ કરવા માટે મસ્જીદની સામે તલવાર ખેંચી હતી.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “કઠુઆ કાંડમાં દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. અમે ઈચ્છીએ છીએ કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જાઈએ કે જેથી પીડિત બાળકીના પરિવારને ન્યાય મળી શકે. દેશમાં કયાંય પણ રેપની ઘટના ઘટે તે નિંદનીય છે અને ગુનેગારને સજા મળવી જ જાઈએ. અમારી સરકાર આ વાતમાં કોઈ જ ભેદભાવ નથી કરતી.” કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, “અમે રાહુલ ગાંધીને પૂછવા માગીએ છીએ કે કઠુઆ મામલાને લઈને તેઓ વિરોધ કરી રહ્યાં છે, પરંતુ સિખ રમખાણ સમયે મહિલાઓ પર જે અત્યાચારો થયાં તેના પર કોંગ્રેસ અધ્યક્ષ મૌન કેમ છે? રાહુલ માત્ર કેન્ડલ માર્ચ જ કાઢી શકે છે. અમે દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.”

જાવડેકરે કહ્યું કે, “દેશમાં ભાજપને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. ગઈકાલે એક ચેનલે દેખાડ્યું કે દિલ્હીમાં જે લોકો લાકડીઓ અને તલવાર લઈને પ્રદર્શન કરી રહ્યાં હતા તે આમ આદમી પાર્ટીના લોકો હતા. તેઓએ જયશ્રી રામના સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા.” જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, “કોંગ્રેસ અને આપ મળીને ભાજપને બદનામ કરી રહ્યાં છે. બંને પાર્ટી ઈચ્છે છે કે દિલ્હીમાં રમખાણો થાય. ગત દિવસોમાં રામ નવમીના સરઘસમાં દિલ્હીમાં આપના લોકોએ એક મસ્જીદની સામે તલવારબાજી કરી રહ્યાં હતા. નંદલાલ કનોજિયા તેને લીડ કરી રહ્યાં હતા, તેને આપે પોતાનો પદાધિકારી નિયુક્ત કર્યો છે.”

હવે આપનો ભેદ ખુલી ગયો છે. તેઓ દિલ્હીમાં વાતાવરણ બગાડવા માગે છે. જનતાને તેમની ચાલાકીથી સતર્ક રહેવાની જરૂર છે. જેનો એક વીડિયો ગત દિવસોમાં વાયરલ થયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY