ઢાકા,તા.૭
બાંગ્લાદેશના તંગૈલમાં કેટલાંક તોફાની તત્વોએ એક મંદિરમાં તોડફોડ કરી, એટલું જ નહીં આઠથી ૯ લોકોએ મંદિરના પૂજારી અને તેમના પરિવાર સાથે મારપીટ પણ કરી. સ્થાનિક મીડિયા રિપોટ્ર્સ અનુસાર, બત્રા ગામના રહેવાસી ચિત્તરંજને ૨૦ વર્ષ પહેલાં જમીન ખરીદીને તેમાં ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું. શુક્રવારે બે જૂથોની વચ્ચે મંદિરની જમીન પર કબ્જાને લઇને વિવાદ થયો. ત્યારબાદ કેટલાંક લોકોએ મંદિરમાં તોડફોડ પણ કરી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, જૂથના નેતા પરિમલ ચંદ્ર રોયનો લાંબા સમયથી પૂજારી સાથે જમીનને લઇને વિવાદ હતો. આ મામલે રાયે ઘણીવાર પૂજારીને ડરાવી-ધમકાવીને જમીન હડપવાની કોશિશ કરી. જો કે, તેઓ તેમાં સફળ થઇ શક્યા નહતા.
પોલીસની એક ટીમ તોડફોડની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. જો કે, ત્યાં સુધી તમામ લોકો ભાગી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




