ક્રૃષિમંત્રીને ખોટુ લાગ્યુ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું : ધાનાણી

0
5

ભાવનગર,તા.૧૩
કૃષિમંત્રી આસી ફળદુની મગફળી કૌભાંડ મામલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરેશ ધાનાણીએ કૃષિમંત્રી પર કરેલા આક્ષેપોને લઇને આરસી ફળદુ આકરા પાણીએ જણાયા હતા. તેમને કહ્યું કે, મગફળી કૌભાંડને લઈને પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત આબરૂ પર હાથ નાખ્યો છે. જા ધાનાણીએ લગાવેલા આરોપો સાબિત કરે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું આ મુદ્દે પરેશ ધાનાણીએ નમતું જાખ્યું હોય તેમ તેમણી માફી માંગી હતી.
કૃષિ મંત્રી પર કરેલા આક્ષેપ અંગે ધાનાણીએ માફી માંગતા કહ્યું કે, કૃષિમંત્રીને ખોટું લાગ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. ધાનાણીએ મગફળી કાંડ મુદ્દે હરિપર મંડળીમાં ફળદુના સગાએ ગેરરીતિના કર્યા હતા આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દે તેમને નમતું જાખતા જાહેરમાં માફી માંગી હતી. તમને જણાવી દઈએ કે, મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા પરેશ ધાનાણી દ્વારા ચાલી રહ્યા છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આજે ભાવનગરમાં ધરણાં કર્યા હતા અને આ મુદ્દે સંડોવાયેલા લોકોને કડક સજાની માંગ કરી હતી. પરેશ ધાનાણીએ મગફળીકાંડની ન્યાયિક તપાસની માંગ સાથે ધરણાં કર્યા હતા. તેમને જણાવ્યું કે, માત્ર રાજકીય રોટલા શેકવા ભાજપે મગફળીકાંડ આચર્યું છે. આખરે ૪૦૦૦ કરોડના મગફળી કાંડમાં ગુનેગાર કોણ? કૌભાંડ ઉજાગર કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY