કોલકાત્તા,તા.૧૩
સોમવારના રોજ લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીનું નિધન થયું. પોતાના રાજકીય જીવનમાં ૧૦ વખત સાંસદ રહી ચૂકેલા ચેટર્જીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૮૯ વર્ષના સોમનાથ ચેટર્જીને છેલ્લાં બે દિવસથી તેમને વેન્ટીલેટર પર રખાયા હતા.
એક દિવસ પહેલાં એક ડાકટરે કહ્યું હતું કે કિડની સંબંધિત સમસ્યાથી પીડાતા ચેટર્જીને તાજેતરમાં ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું હતું. આવા કિસ્સાઓમાં કેટલીક વખત હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ ચેટર્જીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આપને જણાવી દઇએ કે પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જી પ્રખ્યાત વકીલ નિર્મલ ચંદ્ર ચેટર્જીના દીકરા છે. નિર્મલ ચંદ્ર ભારતીય હિન્દુ મહાસભાના સંસ્થાપક પણ હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમની સાથે રાજકીય કેરિયરની શરૂઆત ૧૯૬૮મા કરી અને ૨૦૦૮ સુધી તેઓ પાર્ટી સાથે જાડાયેલા રહ્યાં. ૧૯૭૧મા પહેલી વખત સાંસદ તરીકે પસંદ કરાયા અને ત્યારબાદ તેમણે રાજકારણમાં પાછળ ફરી કયારેય જાયું નથી. ચેટર્જી ૧૦ વખત લોકસભાના સભ્ય તરીકે પસંદ થયા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



