ધ્રાંગધ્રા,તા.૫
રાજ્યભરમાં અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા – અમદાવાદ હાઈવે પર લકઝરી બસ પલટી જવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં ૧નું મોત નિપજ્યું છે, જ્યારે ૫ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તો લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પરના દુદાપુર ગામના પાટીયા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ગઈ હતી.
આ ઘટનામાં એવું જાણવા મળે છે કે, ડ્રાઈવરે સ્ટેરયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલ્નસ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




