સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાલતંત્ર્યપર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગુજરાતના સહકાર તથા રમત – ગમત અને યુવા – સાંસ્કૃંતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તેન અંદાજિત રૂપિયા ૪૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ ભારદ, ગુજરવદી અને વિરેન્દ્રતગઢ ગ્રામ પંચાયતનું તથા અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે ગાંજણવાવ ખાતે બનાવવામાં આવેલ શ્રી પાર્વતીનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના દૂધઘરનું લોકાર્પણ કરવામાં આવ્યુંા હતુ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે ગામડાઓમાં નળ – ગટર અને રસ્તા ઓ જેવા સ્થાુનિક જરૂરીયાતના કામોને અગત્યતા આપી ગામડાઓમાં શહેરો જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધઓ બનાવીને ગામડાઓના વિકાસને વેગ આપ્યો છે.

રાજયમાં છેલ્લા બે દાયકાથી વિકાસનો યજ્ઞ આરંભાયો છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રાજ્યમાં આગવી દ્રષ્ટી સાથે સર્વાંગી વિકાસ માટેનું આગવું કાર્ય આરંભાયું છે. ગુજરાતના આર્થિક વિકાસની સાથે સામાજિક – સમતોલ વિકાસ થાય તે માટે સરકાર કટીબધ્ધ બની કાર્ય કરી રહી છે.

મંત્રીશ્રીએ આ તકે ગાંજણવાવ ખાતે દૂધ ઘરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે, નપાણીયા મલક તરીકે ઓળખાતો સુરેન્દ્રેનગર જિલ્લો નર્મદાના નીર થકી હરિયાળો બન્યો છે. કૃષિના વિકાસની સાથે અહિયા પશુપાલનના વ્યવસાયનો પણ સારો વિકાસ થયો છે. જેના પરિણામે અહીંની સુરસાગર ડેરીમાં દૂધની આવક ૭ લાખ લીટર સુધી થઈ છે. દૂધની આવક વધતાં આ ડેરીમાં રાજ્ય સરકારની સહાયથી દૂધ અને છાસના પેકેજીંગનો પ્લાથન્ટ પણ શરૂ કરવામાં આવ્યોા છે. પશુપાલકોના સહ્યોગથી વિકાસ તરફ મક્કમતાથી આગળ વધતી આ ડેરી સમગ્ર રાજ્યમાં મોખરાનું સ્થા.ન પ્રાપ્તસ કરે તે માટે પશુપાલકોએ પણ આગળ આવવું પડશે અને પશુપાલનના વ્યવસાયમાં આધુનિકતા સાથે વધુ દૂધ ઉત્પાદન મેળવી સુરસાગર ડેરીને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનાવવી પડશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞાબેન મોણપરા, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઈ પટેલ, જગદીશભાઇ મકવાણા, બાબાભાઈ ભરવાડ, સુરાભાઇ રબારી, નરેન્દ્ર સિંહ રાણા, ઘનશ્યામભાઈ વાઘજીભાઈ, દિગુભા, અધિકારી – પદાધિકારીશ્રીઓ, સબંધિત ગામના સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




