અમદાવાદ,તા.૨૯
અમદાવાદમાં ભાજપના ધારાસભ્યના માનસિક ત્રાસને કારણે અસારવા વોર્ડ પ્રમુખે રાજીનામુ ધરી દીધુ હતુ.એક તરફ,ભાજપમાં ડખાં વધ્યા છે તો, બીજી તરફ,દલિત ધારાસભ્યોમાં ય રાજકીય વોર જામી છે. અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારે ફેસબુક પર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિશે અભદ્ર ભાષામાં કોમેન્ટ કરી સમર્થકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.
થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય પ્રદિપ પરમારના ત્રાસને કારણે અસારવા વોર્ડ પ્રમુખે રાજીનામુ આપી દીધુ હતુ. જે મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ફેસબુક પર એવી કોમેન્ટ કરી કે,વિધાનસભામાં દલિતો વિશે એક શબ્દ બોલવો નહીં અને કોઇ પક્ષથી ઉપર ઉઠીને વાત કરે તો તેનો હેરાન કરવો.પ્રદિપભાઇ,અદબ પલાઠીને મોં પર આંગળી કયાં સુધી. આ કોમેન્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઇ હતી ત્યાર બાદ ધારાસભ્ય પ્રદિપ પરમારે અભદ્ર ભાષામાં કોમેન્ટ કરી હતી.નવાઇની વાત એછેકે, પૂર્વ ડે.મેયર અને ભાજપ એસસી મોરચાના પ્રમુખ ગુ્રપ એડમીન હોવા છતાંય આ મામલો ટકોર કરી ન હતી.
હાલમાં અસારવાના ધારાસભ્ય પોતાના માનિતાને વોર્ડ પ્રમુખ બનાવવા પ્રયત્નશીલ બન્યાં છે.ધારાસભ્ય હોવા છતાંય અભદ્ર ભાષાને લીધે દલિતોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એટલુ જ નહીં, જીજ્ઞેશ મેવાણીના સમર્થકોમાં રોષ ભભૂકિયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




