બેંગ્લુરુ,તા.૨૯
Amazon.com વિરૂદ્ધની લડાઇમાં ફ્લિપકાર્ટને ગત નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૩,૨૦૦ કરોડ રૂપિયોનું નુકસાન થયું છે. આ આંકડો નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીએ ૭૦ ટકા વધારે છે. આ માહિતી ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ ઈન્ટરનેટની રેગ્યુલેટરી ફાઇલિંગ્સમાંથી મેળવવામાં આવી છે. આ બન્ને કંપનીઓ ભારતમાં ઓનલાઇન બિઝનેસનું સંચાલન કરી રહી છે.
પ્રાપ્ય માહિતી મુજબ ઓનલાઇન રિટેલર કંપનીની હોલસેલ આર્મ ફ્લિપકાર્ટ ઈન્ડિયાનું નુકસાન ૭૫ ઘણું વધીને ૨ હજાર કરોડ રૂપિયા થયું છે. આ બાબતે ઓનલાઇન માર્કેટનું સંચાલન કરતી કંપની Entities ફ્લિપકાર્ટ ઈન્ટરનેટનું નુકસાન ૩૦ ટકા ઘટીને ૧,૧૦૦ કરોડ રૂપિયા થયું છે. માર્ચ ૨૦૧૭માં સમાપ્ત થયેલ નાણાંકીય વર્ષમાં ફ્લિપકાર્ટ ઈન્ડિયા નુકસાન ઘટીને ૨૪૪ કરોડ રૂપિયા રહ્યું હતું જે માર્ચ ૨૦૧૬માં ૫૪૫ કરોડ રૂપિયા હતું.
છેલ્લા વર્ષમાં નુકસાનમાં વધારો થવા પાછળનું કારણ ડાયરેક્ટ માર્કેટિંગ અને ડિસ્કાઉન્ટિંગ મામલે કંપનીની આક્રમક નીતિઓને માનવામાં આવે છે. નિષ્ણાંતોનું માનવું છે કે ફ્લિપકાર્ટ હવે અમેરિકન રિટેલર વોલમાર્ટનો ભાગ બની ચુકી છે આથી ૨૦૨૦ સુધી તે ફડચામાં જશે કારણ કે એમેઝોન તરફથી મળી રહેલા પડકારો વધવાની સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટ વિશ્વસ્તરે વોલમાર્ટની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે.
રિપોર્ટ મુજબ ૨૦૧૮માં ફ્લિપકાર્ટ ઈન્ડિયા અને ફ્લિપકાર્ટ ઈન્ટરનેટ એમ બન્ને કંપનીઓના ખર્ચમાં વધારો નોંધાયો છે. બીજી તરફ એમેઝોન પણ ભારતમાં મોટા રોકાણ મામલે સકારાત્મક વલણ ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





