સૌથી ઓછી ઈનિંગ્સમાં ૧૫ સદી ફટકારી ધવને સઈદ અનવરનો રેકોર્ડ તોડ્યો

0
15
Britain Cricket - India v Sri Lanka - 2017 ICC Champions Trophy Group B - The Oval - June 8, 2017 India's Shikhar Dhawan celebrates reaching his century Action Images via Reuters / Peter Cziborra Livepic EDITORIAL USE ONLY.

દુબઈ,તા.૨૪
પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનાં આૅપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા અને શિખર ધવને ગજબ બેટિંગ કરી હતી. બંનેએ પોતાની સદી પુરી કરી હતી. આ સાથે બંનેએ પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા.
શિખર ધવને પોતાની ૧૫મી સદી ફટકારી હતી. તેણે ૧૫ સદી ફટકારવા માટે ૧૦૮ ઇનિંગ લીધી હતી. આ રીતે ઓછી ઇનિંગમાં ૧૫ સદી ફટકારવાનાં મામલે તેણે પાકિસ્તાનનાં સઈદ અનવરનો રેકોર્ડ તોડ્યો હતો.
પાકિસ્તાનનાં સઈદ અનવરે ૧૪૩ ઇનિંગમાં ૧૫ સદી મારી હતી, પરંતુ શિખરે આ રેકોર્ડ બહુ જ જલ્દી પોતાના નામે કરી દીધો છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે હાશિમ અમલા છે. સાઉથ આફ્રિકાનાં અમલાએ ફક્ત ૮૬ ઇનિંગમાં ૧૫ સદી ફટકારી છે. બીજા નંબરે વિરાટ કોહલી છે. કોહલીએ ૧૦૬ ઇનિંગમાં ૧૫ સદી ફટકારી છે.
ત્યારબાદ હવે ત્રીજી નંબરે શિખર ધવન છે. શિખરે ૧૦૮ ઇનિંગમાં ૧૫ સદી ફટકારી છે. આ મામલે સઈદ અનવર ચોથા નંબરે છે. અનવરે કુ ૨૦ સદી ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અને શિખર ધવને ૧૩મી વખત આૅપનિંગ કરતા શતકીય ભાગેદારી કરી હતી. હવે રોહિત અને ધવનની જાડી બીજી સૌથી વધુ શતકીય ભાગેદારી કરનારી જાડી બની ગઈ છે. તેમનાથી વધારે સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જાડીએ ૨૧ વાર સોથી વધારેની ભાગેદારી કરી છે, જે વિશ્વ રેકોર્ડ છે. ભારતે પાકિસ્તાનને ૯ વિકેટે હરાવ્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY