ધોરાજીમાં છાસ વારે સર્જાતા પાણી વિતરણ ના ધાંધિયા : પાણીદાર નેતા તરીકે ઓળખાતા વસોયાનાં ગઢમાં લોકોનો પાણી માટે પોકાર

0
48

ધારાસભ્ય વસોયા ધોરાજીની પ્રજા સાથે જોડાયેલા પ્રાથમિક મુદ્દાઓ પર લડવાને બદલે રાજ્ય લેવલના રાજકીય મુદ્દાઓ ઉઠાવી સતત નાટ્યાત્મક કાર્યક્રમો આપવામાં માહેર

ધોરાજી માં પાલિકા દ્વારા પાણી વિતરણ માં  ધાંધિયા  સર્જાઈ છે.ધોરાજીના લોકો એ ગત ટર્મ માં પાલિકા ચૂંટણી માં કોંગ્રેસ ને વિકાસ ના મુદ્દાઓ પર મત આપ્યા હતા અને સાથો સાથ વિધાન સભાની ચૂંટણી સમયે પણ વિકાસ ની વાતો ના બણગા ફૂંકી અને હમેશા લોક પ્રશ્ન અને લોકો ને મળતી પ્રાથમિક સુવિધા મુદ્દે હું હમેશ પ્રજા ની સાથે રહીશ તેવા વચનો આપનાર અને હાલના ધારાસભ્ય અને પાણીદાર નેતા તરીકે છાપ ઉભીકરનાર લલિત વસોયા જેઓ એ ભાદર ૨ ને દુષિત થતી અટકાવવા માટે પણ આંદોલન કરીને હાઈ વોલ્ટેજ ડરામાં સર્જીયો હતો પરંતુ પરિણામ સુન્ય મળ્યું .અને હાલ ધોરાજી ના સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ધોરાજી શહેર માં પાલિકા માં કોંગ્રેસ નું સાશન છે અને કોંગ્રેસ સાશન માં આવી ત્યારથી.કોંગ્રેસ નાજ સદસ્યો માં અંદરો અંદર વિખવાદ સર્જાયો હતો અને પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત સુધી મામલો પોહ્ચ્યો હતો .

ધોરાજી માં હાલ પાણી વિતરણ ની સમસ્યા સર્જાઈ રહી છે એક તરફ ધોરાજી માં પાલિકા દ્વારા પાણી વિતરણ ની વ્યવસ્થા ના અભાવે પાણી ચાર ચાર દિવસે વિતરણ થતું હોઈ પરંતુ હાલ તો પાણી ૭ થી ૮ દિવસે વિતરણ થાય છે .

લોકો ને પાસે પાણી અને પ્રાથમિક સુવિધા ઓ ને પ્રાધન્ય આપવા જેવી અને ધોરાજી ના વિકાસ ને વેગ્વન્તુ બનાવવા માટે લોકો એ જેઓ ને ખોબલે ખોબલે મત આપ્યા તેવા પાણીદાર નેતા ધોરાજીના લોકો ની પીવાના પાણી ની સમસ્યા હલ નથી કરી સકતા અને છાસ વારે માત્ર આંદોલન ની વાતો કરી અને સ્વ પ્રસિદ્ધિ તથા પોતાનો કક્કો ગોઠવવામાં લાગ્યા છે ધોરાજી ની અંદાજિત એક લાખ ની પ્રજા પીવાના પાણી માટે ટળવળી રહી છે તીયારે વિપક્ષને હંફાવવાની વાતો કરનારા ધારાસભ્ય વસોયાનું સૂચક મૌન ઘણું બધું કહી જાય છે

જો પાણી વિતરણ નો પ્રશ્ન હલ નહીં કરાઈ તો આંદોલન કરાશે ગંભીરસિંહ વાળા ધોરાજી માં પાલિકા માં કોંગ્રેસ સતા પર છે સ્થાનિક ધારાસભ્ય પણ કોંગ્રેસ નાજ હોવા છતાં ધોરાજી શહેર અન્ય પ્રાથમિક સુવિધાઓ થી વન્ચિત છે શહેર માં વિકાસ ના નવા કોઈ કામ થતા નથી

ધોરાજી પાલિકામાં પાણી વિતરણ ના ધાધિયા છે વારંવાર પાણીની પાઇપ લાઈન માં ભંગાણ પડે છે જેથી પાણી વિતરણ ની વ્યવસ્થા ખોરંભે ચડી છે લોકોને 7 થી 8 દિવસે એક વાર પાણી મળે છે
પાલિકા કોંગ્રેસ શાસિત તેમજ ધારાસભ્ય પણ કોંગ્રેસના હોવા છતાં લોકો ને પડી રહી છે ભારે હાલાકી પરંતુ લોકો ને પડતી હાલાકી મુદ્દે ખુદ ધારાસભ્ય ભેદી મૌન સેવી રહ્યા છે ચૂંટણી સમયે કરેલ ધારાસભ્ય ના વાયદાઓ પાયા વિહોણા સાબિત થયા છે.

પાલિકા પાસે લાખોની ગ્રાન્ટ છતાં લોકોના વિકાસ ના કામો અટકી પડ્યા છે.સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાના ખોટા રાજકીય નાટકો થી લોકો ત્રસ્ત થઇ ગયા છે ધોરજીમાં લોકો  પાયાની સુવિધા ઓ થી વંચિત છે અને માત્ર સ્વ પ્રસિદ્ધિમાંજ ધોરાજી ના ધારાસભ્ય ને રસ હોઈ તેવું દેખાઈ રહ્યું છે.ધોરાજી ના જાગૃત નાગરિક ગંભીરસિંહ વાળા એ જણાવેલ કે ધોરાજી ની પ્રજા ને પાલિકા દ્વારા મળતું  પાણી પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે ગાંધી ચીંધીયા માર્ગે જવું પડશે અને આંદોલન ની ફરજ પડશે

એજાજ બોઘાણી  9825247739 ધોરાજી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY