CBI લાંચ કેસ : આલોચ વર્માએ સરકારને લખ્યો પત્ર,અસ્થાના સસ્પેન્ડ થાય તેવી સંભાવના

0
39

ન્યુ દિલ્હી,તા.૨૩
CBI ચીફ આલોક વર્મા એજન્સીમાં નંબર ૨ એટલે કે સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાનાને સસ્પેન્ડ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. જેની તૈયારી તેઓએ એક પત્રની મદદથી કરી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ હાલમાં જ આલોક વર્મા તરફથી સરકારને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં રાકેશ અસ્થાનાના સસ્પેન્શનની વાત કરતાં તેઓને નૈતિક પતનનો એક સ્ત્રોત ગણાવાયો હતો. દેશની ટોચની તપાસ એજન્સીમાં બે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે જાવા મળતી કલેશની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે વડાપ્રધાન મોદીને પણ આ વિવાદમાં મધ્યસ્થા કરવાની ફરજ પડી છે.
ઘટના પર PMOએ ચિંતા વ્યક્ત કર્યાં બાદ બંને અધિકારીઓને સમન પણ જાહેર કર્યું છે. જે બાદ CBI ચીફ આલોક વર્મા સોમવારે PM મોદીને મળ્યાં. જા કે આ મીટિંગમાં પણ CBIમાં જાવા મળતો વિવાદ ખતમ થવાને લઈને વાત ન બની.
CBIના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ બે કરોડ રૂપિયાના કથિત લાંચના મામલે કેસ દાખલ કર્યો છે, જેમને થોડાંક દિવસ પહેલાં CBI ચીફ વિરૂદ્ધ ડઝનો આરોપ લગાવતાં સરકારને પત્ર લખ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY