ધોરાજી તાલુકાના ફરેણી ગામે લોક ભાગીદારીથી તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી ની શરૂઆત કરાવતા મંત્રી જયેશ રાદડિયા

0
35

રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ સંચયના કામો લોક ભાગીદારીથી થઇ રહયા છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા આજે ધોરાજી તાલુકાના ફરેણી ગામે તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો. વધુમાં, મંત્રીશ્રીએ તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીમાં લોક ફાળો આપનાર ઇમ્પિરીયલ સ્કુલના સંચાલકોને પણ અભિનંદન પાઠવીને આ કામમાં ફાળો આપનાર સૌ કોઇ પણ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા.
રાજકોટ જિલ્લામાં તમામ તાલુકામાં રાજય સરકારની જળ સંચય યોજના અંતર્ગત તળાવ અને ચેકડેમને ઉંડા ઉતારવાની અને કેનાલને સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ આજે ફરેણી ગામ પાસે તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરાજી તાલુકામાં જળ સંચયની કામગીરીમાં લોકો અને સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પણ ઉત્સાહકપુર્વક જોડાઇ છે. આ બાબતને આવકારતા તેઓએ કહયું કે જળ અભિયાનથી આગામી ચોમાસામાં વધું જળ સંગ્રહ થશે તેનાથો ખેડૂતોને અને લોકોને પાણીના તળ ઉંચા આવતા ફાયદો થશે. શાસ્ત્રોકત વિધિથી તળાવને ઉંડુ ઉતારવાના શુભારંભ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટરઃ
બ્રિજેશ રાઠોડ
ગાંધીનગર
મો- ૯૩૭૬૧૯૩૧૩૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY