ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને ઉત્સુકતા

0
61

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાના પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં તથા જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવનાલ છે. પરિણાને લઈને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે કારણ કે બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ની પરીક્ષાના પરિણામ ૨૫મી મેના દિવસે જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ કોમર્સ અને આટ્‌ર્સમાં પરિણામ ૩૦મી મેના દિવસે જાહેર કરવામાં આવશે. ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાના પરિણામ બીજી જૂનના દિવસે જાહેર કરવાનો નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. અત્રે નોંધનિય છે કે અત્રે ઉલ્લેખનિય છે કે રાજયભરમાં ૧૨મી માર્ચથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત્‌ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચહલપહલ અને ધમધમાટ જાવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં અમદાવાદના ધોરણ-૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૨,૯૭૦ અને વિજ્ઞાનપ્રવાહના ૧૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. રાજયભરમાંથી ધોરણ-૧૦ અને ૧૨ના મળી કુલ ૧૭.૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા હતા. બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં કુલ મળી ૧૭,૧૪,૯૭૯ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ-૧૦ના કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ૧૩,૦૪,૬૭૧ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. ધોરણ-૧૦ના ૭૯ ઝોનમાં કુલ ૯૦૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા હતા અને જેમાં ૩૩૬૧ શાળા સંકુલમાં કુલ ૩૭,૭૦૦ બ્લોક નક્કી કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY