અયોધ્યા સ્થિત રામજન્મભૂમિમાં મસ્જીદ ક્યારેય હતી જ નહીં..??

0
147

ભોપાલ,
તા.૧૯/૦૩/૨૦૧૮

કારસેવકોએ મસ્જદ નહીં, મંદિર તોડ્યું હતુંઃ શંકરાચાર્ય

દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ દાવો કર્યો કે અયોધ્યા સ્થત રામજન્મભૂમિમાં મસ્જદ ક્યારેય હતી જ નહીં. ૬ ડિસેમ્બર, ૧૯૯૨માં કારસેવકોએ અયોધ્યામાં મસ્જદ નહોતી તોડી, પરંતુ મંદિર તોડ્યું હતું.
શંકરાચાર્ય સરસ્વતીએ ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “રામજન્મભૂમિમાં મસ્જદ ક્યારેય હતી જ નહીં. કોઇ એવું ચિહ્ન ન હતું, જેનાથી તેને મસ્જદ કહી શકાય.”

તેમણે કહ્યું, “કાર સેવકોએ મસ્જદ નહીં, મંદિર તોડ્યું હતું. ન તો બાબરનામામાં અને ન તો આઇને અકબરીમાં એવું કોઇ વિવરણ મળે છે, જેનાથી એ સિદ્ધ થઇ શકે કે બાબરે અયોધ્યામાં કોઇ મસ્જદનું નિર્માણ કર્યું હતું.” સરસ્વતીએ જણાવ્યું કે કોર્ટના આદેશ પછી અમે અયોધ્યામાં વિવાદિત રાનજન્મભૂમિ-બાબરી મસ્જદમાં ભવ્ય રામમંદિર બનાવીશું.

તેમણે કહ્યું કે, દેશ માટે સૌથી ખતરનાક ચીજ ભ્રષ્ટાચાર છે. પંચ, સરપંચ તેમજ અન્ય ચૂંટણી લડવા માટે પૈસા ખર્ચવા પડે છે. એફઆઇઆર નોંધાવવા માટે પૈસા આપવા પડે છે. તમામ જગ્યાઓએ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે.

સરસ્વતીએ કહ્યું કે, “જા કોઇ દેશે ભારત પર હુમલો કર્યો તો પૈસાના લોભિયાઓ તેમની સાથે જઇને ભળી જશે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધીને તેમણે કહ્યું, “જ્યારે હું પ્રવર્તમાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર વિરુદ્ધ બોલું છું તો તરત જ કહી દેવામાં આવે છે કે હું કોંગ્રેસી છું. હું તે સમયે કોંગ્રેસી હતો જ્યારે ભારતની સ્વતંત્રતા માટે લડાઇ લડવામાં આવી રહી હતી. તે સમયે કોંગ્રેસ સિવાય અન્ય કોઇ પાર્ટી લડી રહી ન હતી.”

તેમણે કહ્યું કે, “આજે હું ધર્માચાર્ય છું. હું કોઇ શાસકના આધારે નથી બેઠો. અમારો ધર્મ છે સનાતન ધર્મના હિતોની રક્ષા કરવાનો છે. હિંદુ હિતોની વિરુદ્ધ કોઇ બોલશે તો શંકરાચાર્ય તેનું મોઢું બંધ નહીં રાખે.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY