ધોરણ ૧૨ ની પરીક્ષામાં પ્રશ્ન પેપર ૩૫ મિનિટ મોડું પહોંચતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં

0
179

આજ રોજ આમોદમાં આવેલ આમોદ શાહ.એન.એન.એમ ચામડીયા હાઈસ્કૂલમાં લેવાઈ રહેલ ગુજરાત રાજ્ય ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨નું આજે હિન્દી નું પેપર હતું જેમાં કુલ ૮૬ વિદ્યાર્થીઓ હિંદીની પરીક્ષા આપવા માટે સમય સર આવ્યા હતાં.પરંતુ વિદ્યાર્થીઓએ જગ્યા પર બેસી જાવા છતાંય પ્રશ્ન પેપર નહીં મળતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતાં.અને તેનું કારણ પૂછતાં શાળા સંચાલક વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે ભરૂચ થી આમોદ પ્રશ્ન પેપર લઈને આવતી વખતે દયાદરા પાસે ગાડીમાં પંચર પડતા અમે પેપર મોડા પડ્યા હતા.જ્યારે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીને પૂછવામાં આવતાં તેવો દ્રારા જણાવામાં આવ્યું હતું કે ધોરણ ૧૦ ના પ્રશ્ન પેપર લઈને જે ગાડી જાય છે અને પરીક્ષા પુરી થયા બાદ પુરવણી લઈને પરત આવતી હોય છે.તેજ ગાડીમાં પ્રશ્ન પેપર રહી ગયા હતાં અને તે ગાડી પરત ભરૂચ આવી ગઈ હતી.જેની જાણ આમોદ શાળાના અધિકારી દ્રારા ભરૂચ કચેરીએ કરાતા કચેરી દ્રારા તરત જ પ્રશ્ન પેપર આમોદ ચામડીયા હાઈસ્કૂલ પર મોકલી આપવામાં આવ્યાં હતાં.પ્રશ્ન પેપર આવતા જ શિક્ષકો દ્રારા વિદ્યાર્થી ઓને વહેંચી દેવામાં આવ્યાં હતાં. જોકે સમય સર પહોંચેલ વિદ્યાર્થી ઓને આ પ્રક્રિયા દરમ્યાન ૩૫ મિનિટ સુધી રાહ જોવી પડી હતી.જેથી વિદ્યાર્થી ઓએ હલ્લો મચાવતા કલાસ સુપરવાઈઝર અને શાળા નિરીક્ષકએ વિદ્યાર્થી ઓને ૩૫ મિનિટનો સમય વધુ ફાળવી દેતા વિદ્યાર્થીઓ અને સંચાલકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

રિપોર્ટર:પ્રકાશમેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY