ધુલિયા,તા.૨૬
મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપૂર શહેરમાં રહેતી ૨૨ વર્ષીય રેણુકાના લગ્ન ૨૩મી માર્ચે થયા હતાં. જે લગ્ન તેના પ્રેમીને મંજૂર ન હતાં. રેણુકા સાસરેથી પિયર આવી હતી આ દરમિયાન પ્રેમી નરેન્દ્રએ સંપર્ક કરી લોજમાં લઈ જઈ રેણુકાની હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપસા હાથ ધરી છે.
શિરપૂર પોલીસના જણાવ્યા મુજબ, ૨૨ વર્ષીય રેણુકા મોતીલાલ ધનગર (રહે. જાતોડા તાલુકા, શિરપૂર જિલ્લા, ધુલિયા)ના લગ્ન ૨૩મી માર્ચના રોજ જલગાંવ જિલ્લાના ચોપડા ખાતે રહેતા હેમંત સોનવણે સાથે થયા હતાં. લગ્ન બાદ પહેલી વાર નવવધુ રેણુકા પોતાના પિયર આવી હતી.
આ દરમિયાન રેણુકાનો પ્રેમી નરેન્દ્ર એકનાથ ભદાને ઉર્ફે પપ્પૂ શેટ સોમવારે સવારે ૯ઃ૩૦ કલાકે રેણુકા મોતીલાલ ધનગરને શિરપૂર આમોદા વિસ્તારનાં સંગીતા લોજમાં લાવ્યા હતાં. લોજના રૂમ નંબર ૧૧૯માં આવ્યાં હતાં. ત્યારે પપ્પૂ શેટેને રેણુકાની માતાને રેણુકાના મોબાઈલ પરથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તમે તમારી છોકરીના લગ્ન મારી સાથે નથી કર્યા એ માટે હું તેની હત્યા કરું છું. અને હું પણ આત્મહત્યા કરી લઈશ એવું જણાવ્યું હતું. ત્યારબાદ માતા-પિતા દોડતા શિરપૂર શહેરના સંગીતા લોજ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને રેણુકાની લાશ બેડ ઉપર મળી હતી. શિરપૂર પોલીસ જાણ કરીને પોલીસ પંચનામા કરી તપાસ હાથ ધરી છે. આરોપી હત્યા કરીને ફરાર થઈ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




