ધ્વનિ પ્રદૂષણના કેસમાં સાંસદનું નામ કેમ નથી?: હાઇ કોર્ટ

0
83

મુંબઈ,તા.૨૮
મુંબઇમાં યોજાયેલા કાર્યક્રમમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોના ભંગના કેસમાં શિવસેનાના આરોપી સાંસદ સામે પગલાં ભરવામાં નિષ્ફળ પોલીસ તંત્રનો મુંબઇ હાઇ કોર્ટે ઉધડો લીધો હતો.
આ કાર્યક્રમનું આયોજન શિંદેએ કર્યું હતું, તો પછી એનું નામ એફઆઇઆરમાં કેમ નથી, એવો હાઇ કોર્ટે પોલીસ તંત્રને સવાલ કરી શિંદેને આ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
ગયા વર્ષના મે મહિનામાં થાણેના અંબરનાથ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોનો ભંગ થયો હતો. પોલીસે આ અંગે સાદો કેસ દાખલ કર્યો હતો, જેમાં સામાન્ય સજાની જાગવાઇ હોય અને તેમાં શિંદેના નામનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.
ન્યાયમૂર્તિ અભય આૅક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે આરોપીને બચાવવા માટેના પોલીસના વ્યવસ્થિત પ્રયાસોની નિંદા કરી હતી અને ધ્વનિ પ્રદૂષણના નિયમોના કડકાઇથી અમલ માટે રાજ્ય સરકાર ગંભીર નહીં હોવાની પણ નોંધ કરી હતી.
ખંડપીઠે શિંદેને રાતના સમયે કાર્યક્રમમાં લાઉડ સ્પીકરના ઉપયોગને મંજૂરી આપવાના મુદ્દે વલણ સ્પષ્ટ કરતું સોગંદનામુ નોંધાવવાનો પણ આદેશ આપ્યો હતો અને આ કેસની સુનાવણી બે અઠવાડિયા બાદ રાખી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY