ઈસ્લામાબાદ,તા.૨૮
ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) તેને બ્લેક લિસ્ટમાં ન મૂકે એટલે પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના નેતૃત્વ હેઠળના જેયુડી (જમાત-ઉદ-દાવા) અને તેના સાથી જૂથોને મળનારા ભંડોળને અટકાવવા માટે ૨૬ મુદ્દાનો એક સર્વગ્રાહી એકશન પ્લાન રજૂ કર્યો છે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આંતરરાષ્ટÙીય નાણાકીય પદ્ધતિની અખંડતા સંબંધી ભય ઊભો કરનારા મની લોન્ડરિંગ, ત્રાસવાદીઓને અપાતી નાણાકીય સહાયનો સામનો કરવા માટે ૧૯૮૯માં આ આંતર-સરકારી સંસ્થા એફએટીએફની રચના કરવામાં આવી છે.
એફએટીએફની ‘ગ્રે યાદી’માં અત્યારે પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું અર્થતંત્ર આમ પણ અત્યારે ડામાડોળ છે ત્યારે એફએટીએફ દ્વારા જા તેમના દેશનો સમાવેશ મનીલોન્ડરિંગ વિરુદ્ધ અને ત્રાસવાદીઓને નાણાં પૂરા પાડનારા નિયમન હેઠળ કરવામાં આવે તો તેની અસર તેમના અર્થતંત્રને થશે.
‘પાકિસ્તાનના ૨૬ પોઈન્ટ એકશન પ્લાનને ૧૫ મહિનામાં અમલમાં મૂકવા માટે પેરીસમાં એફટીએફની સભામાં મંગળવારે ચર્ચા શરૂ કરવામાં આવી હતી’, એમ એકસ્પ્રેસ ટ્રિબ્યૂનલના અહેવાલમાં જણાવાયું છે.
દાઈશ (આઈએસઆઈએસ), અલ કાયદા, જમાત-ઉદ-દાવા અને તેને સંલગ્ન જૂથ ફલાહ-ઈ-ઈન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઈએફ) અને લશ્કરે તૈયબા (એલઈટી), જૈશે મોહંમદ (જેઈએમ), હકકાની નેટવર્ક અને તાલિબાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ જેવા ત્રાસવાદી જૂથોના નાણાં અટકાવવા માટે પાકિસ્તાનને રજૂ કરેલી યોજનામાં જણાવવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



