ગુજરાત ડિજિટલ એગ્રીકલ્ચર તરફ આગળ વધશે,શહેરોમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક,૧૦ પ્લાન્ટ દરિયા કિનારે શરૂ કરાશે
જેરુસલેમ,તા.૨૮
ઇઝરાયેલ ગુજરાત ને ડિજિટલ ફા‹મગ માટેના ૧૦૦ યુનિટ ભેટ આપશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની ઇઝરાયેલની સિંચાઇ અને ગ્રીનહાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફા‹મગ ક્ષેત્ર ની અગ્રગણ્ય કમ્પની હીંકૈદ્બ ના સી.ઈ ઓ રન મૈદનની મુલાકાતમાં તેમણે આ ભેટ આપવાની વિગતો આપી હતી. વિજય ભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઇઝરાયેલની આ ડિજિટલ ફા‹મગ ભેટ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ગેઇમ ચેંજર અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ એગ્રીકલ્ચર તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે.
આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત વેળા એ ઇઝરાયેલ દ્વારા ૨ મોબાઈલ ડિસેલીનેશન યુનિટ ભેટ આપવામાં આવ્યા હતા. ઇઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધો એક દાયકા જૂના છે. દેશમાં ૨૮માંથી ૧૮ એક્સલન્સ સેન્ટર કાર્યરત થઈ ગયા છે. ગુજરાતમાં પણ ઇન્ડો- ઇઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત ૩ એક્સલન્સ સેન્ટર આવેલા છે. ગુજરાતે વધુ ૪ એક્સલન્સ સેન્ટર માટે આ બજેટમાં પૈસાની ફાળવણી કરી છે. રૂપાણી સરકારની ઇઝરાયેલમાં મુલાકાત એ પાણી અંતર્ગત છે.
ગુજરાત અને ઇઝરાયેલ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોની આવક ડબલ કરવા માટે શક્યતાઓ છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં ૮૫ લાખ હેક્ટરમાં, રવી સિઝનમાં ૩૫ લાખ હેક્ટર અને ઉનાળુ સિઝનમાં ૧૫ લાખ હેક્ટરમાં જ વાવણી થાય છે. ગુજરાતમાં પાણીની સગવડ હોય તો ઉનાળું અને રવી સિઝનમાં પણ ખેડૂતો ખેતી કરી શકે છે. આ શક્્યતાઓ તપાસવા રૂપાણી ઇઝરાયેલ ગયા છે. ગુજરાતમાં રૂપાણી સરકારનું ગટરના પાણીથી ખેતી કરવાનું આયોજન છે.
હવે ગુજરાત પણ ઇઝરાયેલના જ્ઞાન- અનુભવ અને ટેકનોલોજીનો સહયોગ મેળવીને ગુજરાતમાં ૨૦૫૦ સુધી પાણીની કોઈ સમસ્યા ન રહે તેવું આયોજન કરશે. તેઓએ કહ્યુ હતું કે, ગુજરાત ૧૮૦૦ કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. જુદા જુદા શહેરોમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક પણ છે. આ જળ સંશાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરાશે. ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી લોન્ચ કરી છે.
જાડિયા પાસે ૧૦૦ સ્ન્ડ્ઢ ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત થવાનો છે ઉપરાંત અન્ય ૧૦ આવા પ્લાન્ટ દરિયા કિનારે શરૃ કરાશે. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે, રાજ્યના મહાનગરો અન વિકસી રહેલા નગરોમાં ઇઝરાયેલની આ વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ ટેકનોલોજી બહુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રિત અને ટ્રીટમેન્ટ કરીને પીવાના ઉપયોગ સિવાય પુનઃ વપરાશ શકે. તેઓએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રણી મેકોશેટ કંપનીના અધિકારીઓ સાતે વોટર મેનેજમેન્ટની ટેકનોલોજી અને મેનેજમેન્ટ અંગેની જાણકારી મેળવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






