‘કોઇ પણ તપાસ અધિકારી શંકાના ઘેરામાં ન હોવો જોઇએ: સુપ્રિમ કોર્ટ

0
60

ન્યુ દિલ્હી,તા.૨૮
સુપ્રીમ કોર્ટે ‘અત્યંત સંવેદનશીલ’ ટૂ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ અને ઍરસેલ-મેÂક્સસ સોદા સહિતના કેસોની તપાસ કરનારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારી સામેના આક્ષેપની તપાસ કરવાની એમ કહીને તરફેણ કરી હતી કે કોઇ અધિકારીને શંકાના ઘેરામાં હોવો ન જાઈએ.
જસ્ટિસ અરુણ મિશ્રા અને એસ કે કૌલની વેકેશન બૅન્ચે જણાવ્યું કે વરિષ્ઠ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ઈડી) અધિકારી રાજેશ્ર્વર સિંહ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી તેના પર ધ્યાન આપવાનું જરૂરી છે.
ઍડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજિત બૅનરજીએ કેન્દ્ર સરકાર વતી જણાવ્યું હતું કે સિંહ પુષ્કળ બેનામી મિલકતો ધરાવતા હોવાથી સરકાર તેમની સામે તપાસ કરવા ઈચ્છે છે. તેમણે એક બંધ પરબીડિયામાં માહિતી કોર્ટને સુપરત કરી હતી. બૅન્ચે દસ્તાવેજા જાઈને કહ્યુ કે આ એક સંવેદનશીલ બાબત છે.
બૅન્ચે જણાવ્યું હતું કે સિંહ સામેના આક્ષેપો સાચા છે કે ખોટા તેની તપાસ કરવાની જરૂર છે. અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી માહિતી ચોંકવનારી છે.
અધિકારીને બ્લેન્કેટ ચિટ આપી શકાય નહીં. કોઈપણ પગલા માટે અધિકારી જવાબદેહ છે. અમારે માટે તેની ખાતરી કરવાનું જરૂરી છે. તમને કોઈ નુકસાન પહોંચાડવાનો અથવા તમારી સામે ટિપ્પણી કરવાનો કોઈ ઈરાદો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY