દિલ્હીમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરના ત્રણ આતંકી ઝડપાયા

0
9

ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હીમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓ ઈસ્લામિક સ્ટેટ ઓપ જમ્મુ એન્ડ કાશ્મીર (જીત્નદ્ભ)ના હોવાનું માનવામાં આવે છે. તેમની પાસેથી પોલીસે હથિયારો અને હેન્ડ ગ્રેન્ડ પણ મળી આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારના દિલ્હી પોલીસે બે આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી પ્રાપ્ત થી હતી, સાથે જ પોલીસે આ આતંકીઓની તસવીર પણ જાહેર કરી હતી. જા કે ઝડપાયેલા આતંકીઓ એ જ છે કે કેમ તેની હજુ સુથી ખાતરી થઈ શકી નથી. પોલીસે આ મામલે વિસ્તૃત વિશ્લેષણની રાહ જાઈ રહી છે.
આતંકીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપાવના ઈરાદે ઘૂસ્યા હતા. એલર્ટ બાદ પોલીસે ગેસ્ટ હાઉસ, હોટેલ્સ સહિત અનેક વિસ્તારોમાં સંદિગ્ધોની તપાસ હાથ ધરી હતી. પોલીસની રડારમાં દિલ્હીના એવા કેટલાક વિસ્તારો હતા જ્યાં વિદેશીઓની સતત અવર જવર રહેતી હોય.
મંગળવારે દિલ્હી પોલીસે એડવાઈઝરી જાહેર કરીને સંદિગ્ધ આતંકીઓની તસવીરો જાહેર કરી હતી. પોલીસે લોકોને અપીલ કરી હતી કે આ બન્ને આતંકીઓ શહેરમાં જાવા મળે તો તાત્કાલિક પોલીસ સ્ટેશન ફોન કરી આ અંગે માહિતી આપવી. બન્ને સંદિગ્ધોના ફોટો શહેરમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યા હતા. પોલીસે તસવીર જાહેર કરી હતી તેમાં બે સંદિગ્ધ આતંકીઓ એક માઈલસ્ટોન પાસે ઊભા હોવાનું જાવા મળે છે જેમાં દિલ્હી ૩૬૦ કિ.મી લખ્યું હતું. ફિરોઝપુર ૯ કિ.મી લખેલુ પણ જણાતું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY