વરાછાની ડાયમંડ ફેક્ટરીમાં ૧૫૦થી વધુ કર્મચારીઓને ઝાડા-ઉલ્ટી થતા હોબાળો

0
89

સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં અશ્વની કુમાર રોડ પર આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં ૧૫૦થી વધુ કર્મચારીઓને ઝાડા ઉલ્ટી થયાં હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે તપાસ કરતાં ડાયમંડ કંપનીની ડિસ્પેન્સરીમાં આજે ૩૦ જેટલા ઝાડા ઉલ્ટીની દવા લઈ જનારા દર્દીઓ દેખાય હતા. આ કંપની મ્યુનિ.ની પાણી લઈને પોતાના ફિલ્ટરેશન પ્લાનમાં ફિલ્ટર કરે છે તેની ચકાળસણી કરતાં તેમાં ગંદકી હોવાનું આરોગ્ય વિભાગના કર્મચારીએ જણાવ્યું હતું. મ્યુનિ. કમિશ્નરને ૧૫૦થી વધુ દર્દીઓ હોવાની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગના દર્દીઓએ ફરી સર્વેની કવાયત હાથ ધરી છે. સુરત મ્યુનિ. કમિશ્નર એમ. થેન્નારાશનને કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પત્ર લખીને અશ્વનીકુમાર રોડ પર આવેલી બ્લુ સ્ટાર ડાયમંડ કંપનીના ૧૫-થી ૧૭૫ કર્મચારીઓને ઝાડા ઉલ્ટી થયાં હોવાની ફરિયાદ કરી તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ મોકલવા માટે રજુઆત કરી હતી. આટલી મોટી સંખ્યામાં ઝાલા ઉલ્ટીની ફરિયાદ થઈ હોવા છતાં ઝોનના અધિકારીઓ આ ઘટનાથી અજાણ હતા. વોર્ડ ઓફિસના કર્મચારીઓએ ફરિયાદ બાદ તપાસ કરી તો કંપનીની ડિસ્પેન્સરીમાંથી આજે ૩૦ જેટલાદર્દીઓ દવા લઈ ગયાં હતા. ઉપરાંત આ કંપની મ્યુનિ.નું પાણી લે છે પણ તેને પોતાના પ્લાન્ટમાં ફિલ્ટર કરે છે. આ ફિલ્ટર પ્લાન્ટની તપાસ કરતાં તેમાં ગંદકી હોવાથી સફાઈની સુચના આપી છે. આ ઉપરાંત પાણીના સેમ્પલ લઈને તપાસ માટ મોકલી અપાયા છે. ઝોનના અધિકારીઓને ખબર પડતાં તેઓએ મોડી સાંજે ફરીથી આ વિસ્તારના સર્વે કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY