મોટાપોંઢાની સ્કુલમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરાતી હોવાનો વિડીયો વાયરલ

0
107

કપરાડા તાલુકાના મોટાપોંઢાની સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરાતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગની ટીમ સ્કૂલ પર ધસી ગઇ હતી. આ ટીમે સીસીટીવી ફૂટેજની સીડી કબજે કરી તાત્કાલિક ધોરણે સ્થળ સંચાલકને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેેન્ડ કર્યા હતા. મોટાપોંઢાની શાહ જી.એમ.ડી. સાર્વજનિક સ્કૂલમાં ધો.૧૦ની પરીક્ષામાં ચોરી કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં શિક્ષિકા અને પ્યુન પણ ચીઠ્ઠીની આપલે કરતા નજરે ચઢ્યા હતા. પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓને ચોરી કરાવાતી હોવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ટીમ સાથે સ્કૂલ પર દોડી ગયા હતા. જ્યાં તેમણે વિડીયોની સીડી લઇ સ્થળ સંચાલક ગિરીશ પટેલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાથે તેમની સામે ખાતાકિય તપાસ કેમ ન કરવી ? તે બાબતે શોકોઝ નોટિસ આપી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. મોટાપોંઢાની આ ઘટનાને લઇ સમગ્ર શિક્ષણ આલમમાં ચકચાર મચી હતી. વિડીયોમાં ઓળખ કરી અન્ય કસુરવાર સામે પગલાં ભરાશે સ્કૂલના વિડીયોમાં જે કોઇ સ્ટાફ ચોરી કરાવી રહ્યો છે તેની પણ તપાસ વિડીયો જોઇને કરાશે. સ્થળ સંચાલક બાદ ચોરીમાં સાથ આપનારા અન્ય શિક્ષક કે સ્ટાફને પણ પરીક્ષાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાશે. અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવા માટેની નોટીસ પણ અપાશે એવું વલસાડના શિક્ષણાધિકારી એમ. એમ. પટેલે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY