વાપી GIDCમાં ગટરમાંથી ગેસ ફેલાતા બે ગાય-સાત ચકલીના મોત

0
22

વાપી જીઆઈડીસીના થર્ડફેઝ વિસ્તારની ગટરમાંથી ધુમાડા સાથે ઝેરી ગેસ ફેલાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે નજીકમાં ઉભેલી બે ગાયો અને સાતથી વધુ ચકલીને ગંભીર અસર થતાં ઘટના સ્થળે મોતને ભેટી હતી. બનાવને પગલે જીઆઈડીસી, સીઈટીપી અને જીપીસીબીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગટરમાંથી સેમ્પલા લીધા હતા. વાપી જીઆઈડીસી વિસ્તારમાં બનાવવામાં આવેલી ગટર લાઈનમાં બારોબાર કંપની દ્વારા ઝેરી કેમિકલયુકત પ્રદૂષિત પાણી છોડવાનું કૃત્ય થાય છે. આજે જીઆઈડીસીના થર્ડફેઝ વિસ્તારમાંથી પસાર થતી ગટરમાં પ્રદૂષિત પાણી છોડાતા ચોમેરે ધુમાડા સાથે ગેસ ફેલાયો હતો. જેને પગલે આ વિસ્તારની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો નજીકમાં ઉભેલી બે ગયો અને સાતથી વધુ ચકલીઓને ગેસની ગંભીર અસર થતાં મોત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી જઈ સંબંધિત વિભાગના અધિકારીને જાણ કરી હતી. જેથી જીપીસીબી, સીઈટીપી અને જીઆઈડીસીના અધિકારીઓ દોડતા થયા હતા. અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જીપીસીબીએ ગટરમાંથી પાણીના સેમ્પલો લીધા હતા. ગંભીર બેદરકારીને કારણે અબોલ પશુ-પક્ષીના મોત થતાં જીવદયાપ્રેમીના નારાજગી સાથે રોષ ઉઠયો છે. લોકોના જણાવ્યા મુજબ આ ઘટનાની સંબંધિત વિભાગને જાણ કરાયા બાદ અધિકારીઓ મોડે-મોડે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે વહીવટી તંત્ર તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલા ભરે તે જરૂરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY