વલસાડ,તા.૨૨
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક વધ્યો છે. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રીના સમયે લોકો ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે.
દીપડા જેવા હિંસક પ્રાણીની વલસાડ જિલ્લામાં પ્રજાતિ વધારે છે. વલસાડ જિલ્લામાં પારડી, ઉમરગામ, વલસાડ અને વાપી જેવા વિસ્તારોમાં શેરડી અને આંબાવાડીમાં દીપડાઓ વસવાટ કરે છે. તેમજ રાત્રીના સમયે જ દીપડો પોતાનો શિકાર કરવા નીકળે છે.
ત્યારે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા ઘણા સમયથી દીપડા દેખા દેતા અને જાનવરોને પોતાનો શિકાર બનાવતા લોકોમાં ભય ફેલાયો છે.
વલસાડ જિલ્લામાં પારડી તાલુકાની વાત કરીએ તો સોઢલવાડા, સુખેસ, રામપોર જેવા ગામમાં દીપડાએ સ્વાન, વાછરડાં જેવા જાનવરોને ફાડી ખાધા છે. જેને લઈ લોકો રાતે ઘરની બહાર નીકડવા માટે ડરે છે. ત્યારે વનવિભાગે પાંજરા પણ મુકિયા છે. પરંતુ દીપડા પાંજરે પુરાતા નથી.
તાજેતરમાં જ ઉમરગામ ખાતે કનાડુ ગામે સ્વાનના બચ્ચાને દીપડે શિકાર કર્યો હતો. જેના સીસીટીવી વિડિઓ સામે આવ્યો છે. ૪ દિવસ પેહલા વાપી નજીક દિપડો તારની વાડમાં ફસાયો હતો. જેને વન વિભાગે રેસ્કીયું કરી બચાવ્યો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જાકે હજી પણ મોટી સંખ્યામાં દીપડા વલસાડ જિલ્લામાં દેખાઇ રહ્યા છે. ત્યારે હવે જિલ્લા વાસીઓની એક જ માંગ છે કે દીપડાના વસવાટ હવે શહેર તરફ વધતા વન વિભાગ તાકીદે કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



