જે વાતનો ડર હતો તે ભાજપ/ઇજીજીના ‘ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યુંઃ શર્મિષ્ઠા

0
20

ન્યુ દિલ્હી,તા.૮
પૂર્વ રાષ્ટપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારે નાગપુરમાં ઇજીજીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સાથે સ્ટેજ પર સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા. અહીં પ્રણવ મુખર્જીએ ઇજીજીના સ્વયંસેવકોને સંબોધિત કર્યા અને તેમને રાષ્ટવાદનો પાઠ શીખવ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે પ્રણવ દાની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ એક ફોટો પોસ્ટ કર્યો છે, જે પ્રણવ દાનો જ છે.
આ ફોટો પર ફોટોશોપ કરવામાં આવેલ છે, જેમાં પ્રણવ મુખર્જીને સંઘના અન્ય સ્વયંસેવકોની જેમ અભિવાદન કરતાં દર્શાવવામાં આવ્યા છે. જો કે વાસ્તવમાં પ્રણવ મુખર્જીએ એવું કંઇ પણ કર્યું જ ન હતું.
આ અંગે શર્મિષ્ઠાએ લખ્યું કે, મને જે વાતનો ડર હતો અને જે વાત માટે મેં મારા પિતાને ચેતવણી આપી હતી તે જ થયું છે. તેમણે આરોપ લગાવ્યો છેકે, જે વાતનો ડર હતો તે ભાજપ/ઇજીજીના ‘ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ’ દ્વારા કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યુ કે, સોશ્યિલ મીડિયા પર છેડછાડ કરવામાં આવેલા ફોટોમાં આ વાત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે કે, પૂર્વ રાષ્ટપતિ સંઘના નેતાઓ અને કાર્યકર્તાઓની માફક અભિવાદન કરી રહ્યા છે.
આ અગાઉ પણ ઇજીજીના કાર્યક્રમમાં હાજર આપવા પર શર્મિષ્ઠા મુખર્જી પોતાનો વિરોધ વ્યક્ત કરી ચુકી હતી. તેમણે કÌšં હતું કે, ભાજપ આ મામલે ગંદી રમત રમી શકે છે. અને તેમના પર કોઇ પણ હદ સુધી જઈ શકે છે. તેમજ તમારું ભાષણ ભૂલી જવામાં આવશે પરંતુ ફોટો અને તેમના નકલી નિવેદનોને પ્રસારિત કરવામાં આવશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY