વસુંધરા રાજેના સમર્થકો શાહના શરણે
ન્યુ દિલ્હી/જાધપુર,તા.૨૪
રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદને લઇને રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાના વ્યક્તિને આ પદ આપવા ઇચ્છે છે. રાજપૂત સમાજના કેન્દ્રીય રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને અધ્યક્ષ બનાવાના સમાચાર વચ્ચે વસુંધરા રાજેએ પોતાના અધ્યક્ષને લઇને તૈયારીઓ તેજ કરી દીધી. તેને લઇને કેટલાક જાટ નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.
કેન્દ્રીય રાજ્યનાણા મંત્રી અર્જૂન રામ મેઘવાલના દિકરાને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિચારોના આધારે કહ્યુ કે શેખાવત જાતિગત સમીકરણોમાં ફીટ બેસતા નથી. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે નિવેદન આપ્યું કે ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ પદને લઇને કોઇ બલિનો બકરો બનવા માગતુ નથી જેને કારણે નામની જાહેરાત થઇ શકતી નથી.
રાજસ્થાન ભાજપમાં પ્રદેશ અધ્યક્ષને લઇને ભેર ખેંચતાણ જાવા મળી રહી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે અધ્યક્ષ પદ પર તેમના નજીકના વ્યક્તિને બેસાડવામા માગે છે. તો બીજી તરફ સૂત્રોને મળતી જાણકારી મુજબ હાઇકમાન્ડ કોઇ રાજપૂત નેતાને આ પદ આપવા માગે છે, જે રાજેના પ્રભાવમાં ન હોય. વસુંધરા રાજે માટે રાજસ્થાનના જાટ નેતાઓ દિલ્હીમાં લોબિંગ કરવા પહોંચ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"