ઘુડખર અભયારણ્યમાં પ્રાણીઓની કફોડી હાલત, પાણીનાં હવાડા ખાલીખમ

0
9

ડીસા,તા.૩
ગુજરાતમાં ચોમાસા દરમિયાન થયેલા અપૂરતા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પીવાના પાણીને લઈને લોકોની સાથે સાથે વન્યપ્રાણીઓ, પશુઓને પીવાના પાણીને કારણે કફોડી હાલત થઈ છે. હાલમાં અછતના કારણે વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે રાજ્યના વન વિભાગના આદેશ અનુસાર સ્થાનિક વન વિભાગ દ્વારા વાવના રાછેણા અને લોદ્રાણીના રણમાં વન્યપ્રાણીઓ માટે હવાડા બનાવવામાં આવ્યા હતા. રાછેણાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્યમાં બનાવેલ વન્યપ્રાણીઓના હવાડા ખાલીખમ જાવા મળ્યા હતા. વન્યપ્રાણીઓ પાણી વગર આમ-તેમ ભટકી રહ્યાં છે. જિલ્લા વન્યપ્રેમીઓ વનવિભાગને આવેદનપત્ર આપી જંગલ વિસ્તારના હવાડા પાણીથી ભરવા માગ કરી હતી અને જો વન્યપ્રાણીઓના હવાડા ભરવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
ગુજરાતમાં જંગલ વિસ્તારોમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ નહીંવત રહેતા જંગલ વિસ્તારનાં તળાવો, નદીઓ વોકળા ખાલી રહેતા આવી પરિસ્થિતિ વચ્ચે વન્યપ્રાણીઓને જંગલ વિસ્તારમાં પાણી ન હોવાથી ગંભીર સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેવાડાના વિસ્તારોમાં હવાડા બનાવવા સ્થાનિક જંગલ ખાતાને આદેશો આપ્યા હતા અને આ હવાડા રોજે રોજ પાણીથી ભરવા સૂચનો કર્યાં હતાં તેમ છતાં તંત્રની બેદરકારીને કારણે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાછેણા અને લોદ્રાણીના રણમાં વન્યપ્રાણીઓ માટે હવાડા બનાવવામાં આવ્યા હતા જે પાણી વગર ખાલીખમ રહેતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY