દીવમાં લોકો દારૂની દુકાનોમાંથી દારૂ ખરીદી અને જાહેર સ્થળોએ પીતા હોઈ તેવી ફરિયાદો કલેકટર સમક્ષ અવારનવાર આવતા આજરોજ કલેકટર હેમંતકુમારે લેખિત હુકમ બહાર પાડી અને જાહેર સ્થળો ઉપર દારૂ નહીં પીવા લેખિતમાં મનાઈ હુકમ ફરમાવ્યો છે.
અમુક લોકો અને અમુક પ્રવાસીઓ દ્વારા જાહેર સ્થળો ઉપર, બીચ ઉપર દારૂનું સેવન કરી બોટલો તોડીફોડી દંગલ કરતા હોય દીવની જનતા અને પ્રવાસીઓને પરેશાની અનુભવવી પડે છે. દીવ જિલ્લામાં આ રીતે દારૂનું સેવન ખુલ્લેઆમ જાહેર સ્થળો ઉપર થતું હોય અંતે લેખિતમાં હુકમ બહાર પડાયો છે અને જાહેર સ્થળોમાં જો કોઈ શખ્સ દારૂનું સેવન કરતા પકડાશે તો કાયદાનુસર ૧૮૮ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"