રોડ સેફ્ટીનું પાલન નહીં કરવા પર એક લાખ સુધીનો દંડ ભરવો પડશે

0
155

અમદાવાદ,
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બનાવાયેલી માર્ગ સુરક્ષા સમિતિ બાદ હવે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સત્તા ફંડ અને કર્મચારી ધરાવતું માર્ગ સુરક્ષા સત્તા મંડળ ટૂંક સમયમાં જ અમલી બનશે. આ મંડળ (ય્ેંત્નઇર્ંજીછ)થી ઓળખાશે. જેને માર્ગ અકસ્માતો રોકવા માટે લેવાનાં થતાં પગલાં દરમ્યાન અનેક સત્તાઓ પણ મળશે, જેમાં જપ્ત કરેલું વાહન છોડવવા માટે વાહન માલિકને ચૂકવવાની થતી ફી નક્કી કરવાની સત્તા ઉપરાંત મંડળના અધિકારી જાહેર માર્ગ ઉપર ઊભાં કરી દેવાયેલાં અથવા મૂકી રાખેલાં કે રસ્તા પર હેરફેર કરાતાં વાહનો જપ્ત કરી શકશે કે અટકાયત પણ કરી શકશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગ સુરક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનાં સૂચનોનાં પાલન અને ખરા અર્થમાં દિન પ્રતિદિન વધતા જતા માર્ગ અકસ્મતોને રોકવા માટે ખાસ પગલાં ભરવાનાં ભાગરૂપે અલગથી સત્તા મંડળની રચના થશે. આ અંગે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી ગુજરાત માર્ગ સત્તા સુરક્ષા મંડળ વટહુકમ ર૦૧૭માં પ્રસિદ્ધ કરાયો હતો. હવે વટહુકમનું સ્થાન વિધયેકે લીધું છે. જે વિધાનસભામાં મંજૂર કરાયું હોવાથી હવે માર્ગ સુરક્ષા સત્તા મંડળ ઝડપભેર કામગીરી હાથ ધરશે.
વર્ષ ર૦ર૦ સુધી હાલમાં થઇ રહેલા અકસ્માતોનું પ્રમાણ પ૦ ટકા ઘટી જાય તે માટે તમામ પગલાં લેવાશે. રાજ્યમાં હાલમાં ર.૩૦ કરોડથી વધુ વાહનો નોંધાયેલાં છે. આ વાહનોને માર્ગ ઉપર ફરતાં અટકાવવાની કોઇ કાયદાકીય વ્યવસ્થા નથી. તેના માટે હવે આ વિધેયક મહત્વનું પુરવાર થશે. રોડ સેફટીનાં નિયમોનું પાલન ન થાય તેવા કિસ્સાઓ કે બનાવોમાં રૂ.૧ લાખ સુધીનો દંડ હવે સત્તા મંડળ કરી શકશે. વર્ષ ર૦૧૭માં ૧૯,૦૮૧ માર્ગ અકસ્માતો નોંધાયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY