ઓરીસ્સાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો મંગાવનાર વોન્ટેડ યુવક ઝડપાયો

0
144

ઓરીસ્સાના ગંજામથી ટ્રેન મારફતે ખેપીયા સાથે ગાંજાનો જથ્થો મંગાવનારા ભેસ્તાના સિધ્ધાર્થ નગરના શખ્સને રેલવે પોલીસે પકડી પાડી તેની ધરપકડ કર્યા બાદ આજે તેના આગામી ત્રણ દિવસના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. રેલ્વે પોલીસે ગત તા. ૪થી ફેબ્રુઆરીના રોજ હાવડાથી પોરબંદર આવતી ટ્રેનમાંથી રૂપિયા ૬૪ હજારની કિંમતના ૧૦.૬૦૦ કિલો ગાંજા સાથે એક ખેપીયાને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો ભેસ્તાના સિધ્ધાર્થ નગરના બુટલેગર પ્રદિપ નામના શખ્સે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી રેલવે પોલીસે બાતમીના આધારે ભેસ્તાના સિધ્ધાર્થ નગર ખાતે રહેનારા પ્રદિપ ઉર્ફે બોબી ઓરીસ્સા દિનબંધુ બહોરાને પકડી પાડ્યો હતો. પોલીસ તેની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી રેલવે કોર્ટ દ્વારા પણ પ્રદિપને આગામી ૨જી માર્ચ સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી આપ્યો છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY