દિવાળીના વેકેશન દરમિયાન એસટી બસના અોનલાઈન બુકિંગમાં ઘસારો

0
173

સુરત, તા.૨૨
ગયા વર્ષે ૨૦૧૭માં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને એક તરફી ભાડુ લેવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ સરકારે ૧.૬૫ ટકાની જગ્યાએ ૧.૨૫ ટકા લેખે ભાડુ વસૂલવાનું નક્કી કયુ હતું. જે આ દિવાળી પર પણ ૧.૨૫ ટકા લેખે જ ભાડુ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તા.૪-૧૦-૨૦૧૮ના રોજ સુરતના એસટી નિયામક અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા દિવાળી એકસ્ટ્રા બસના ભાડા બાબતે પત્રકારો સાથે એક મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં એસટી નિગમ દ્વારા ગયા વર્ષે ૪૦ ટકા જેટલું ભાડા ઘટાડવામાં આવેલ એટલે કે ૧.૨૫ ટકા ભાડુ જ વસૂલવામાં આવેલ. એજ ભાડુ આ વર્ષે પણ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. બીજે દિવસે સમાચાર પત્રોમાં અને ટી.વી. ચેનલોમાં ન્યુઝ આવતાં લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર હતા. જે માટે િ­ન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો સુરત ડાયમંડ એસોસિએશન ખૂબ ખૂબ આભાર માને છે.
તા.૩-૧૧-૨૦૧૮ થી તા.૬-૧૧-૨૦૧૮ સુધી એસટી નિગમ દ્વારા દિવાળી એકસ્ટ્રા બસ મુકવામાં આવનાર છે. તે બાબતે લોકોને વધુમાં વધુ માહિતગાર કરી એસટી બસનો લાભ લે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સતત પાંચ દિવસ માટે બે છોટા હાથી હિરા ઉદ્યોગ વિસ્તારમાં પ્રચાર, પ્રસાર માટે ફેરવવામાં આવેલ. સાથે સાથે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસના ભાડા જે નક્કી કરવામાં આવેલ તેના પેમ્પલેટ પણ વહેચવામાં આવેલ. સુરત અમરોલી, ઉધના, વેલેîજા, નાના વરાછા, મોટા વરાછા, કતારગામ, પુણાગામ તેમજ અન્ય વિસ્તારમાં પણ પ્રચાર કરવામાં આવેલ. ૧૬ દિવસમાં ઘણી બસનું અોનલાઈન અને વિભાગીય કચેરી પર બુકિંગ થઈ ગયેલ છે અને હજુ લોકો રૂબરૂ આવી બુકિંગ કરાવી રહ્ના છે. અોનલાઈન પણ બુકિંગને ખૂબ પ્રતિસાદ મળેલ છે. આ સાથે એસટી નિગમ દ્વારા નિમવામાં આવેલ એજન્ટ પાસે પણ લોકો ખૂબ માત્રામાં બુકિંગ કરાવી રહ્ના છે.
આ વર્ષે લોકો એસટી બસનો ખૂબ લાભ લઈ રહ્ના છે. તે જાણી સુરત ડાયમંડ એસોસિએશન ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. તેમજ સુરત ડાયમંડ એસોસિએશન વિનંતી કરે છે કે લોકો વધુમાં વધુ એસટી બસનો લાભ લે. હજુ ઘણો સમય હોવાથી દિવાળી પર વતન જવા ઈચ્છતાં લોકો માટે અોનલાઈન બુકિંગ શરૂ છે તેમજ હમણાંથી એસટી માન્ય એજન્ટ પાસે જઈને અોનલાઈન બુકિંગ કરાવી શકાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY