અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ હોલ અને પાર્ટી પ્લોટમાં નાગરિકોને સામાન્ય રીતે ભારે ગંદકી ઉપરાંત બંધ પંખા, ઊડી ગયેલી ટયૂબલાઇટ, વોશ બેસિનના ગાયબ થયેલ નળ જેવી અનેક ફરિયાદ જાવા મળે છે. જાકે સત્તાવાળાઓએ શહેરના દક્ષિણ ઝોનના છ હોલ સહિત આઠ હોલમાં સફાઇ અને મેન્ટેનન્સમાં કોન્ટ્રાકટ સિસ્ટમ અપનાવી હોઇ લોકોને હવે રાહત મળશે.
જે તે નાગરિક પોતાના માંગલિક પ્રસંગ કે સામાજિક પ્રસંગની ઉજવણી કરવા માટે મ્યુનિસિપલ હોલ કે પાર્ટી પ્લોટનું છ મહિના અગાઉથી બુકિંગ કરાવી લે છે. કેટલાક હોલમાં ભારે ભાડાં ઉપરાંત નાગરિકને અલગથી તંત્રને રૂ.૧,૦૦૦નો સફાઇ ચાર્જ ભરવો પડે છે. જાકે મોટા ભાગે મ્યુનિસિપલ હોલના વર-વધૂના રૂમ સહિતના ટોઇલેટ, બાથરૂમ ગંદકીથી ભરેલા હોય છે. અનેક વખત હોલના પંખા અને લાઇટના પણ ધાંધિયાં હોય છે. આવા કિસ્સામાં રાતના ૧ર-૦૦ વાગ્યે પણ મ્યુનિસિપલ કંટ્રોલ રૂમના ફોન નાગરિકોના આક્રોશથી ધણધણી ઊઠે છે.
હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ દક્ષિણ ઝોનના કાંકરિયા પિકનિક હાઉસ, વસાવડા હોલ, સાંઇ ઝુલેલાલ ઓપન એર થિયેટર અને પુનીત પાર્ટી પ્લોટ સહિતના છ હોલ અને પ્લોટમાં છેલ્લા એક મહિનાથી એક ખાનગી એજન્સીને સફાઇ અને મેન્ટેનન્સની કામગીરી સોંપી છે. શહેરના કુશાભાઉ ઠાકરે સહિતના બે હોલમાં પણ ખાનગીકરણ અપનાવાયું છે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓએ છ માસ માટે આઠ હોલ અને પાર્ટી પ્લોટમાં નાગરિકોની ગંદકી સહિતની ફરિયાદોના નિરાકરણ માટે કોન્ટ્રાકટ સિસ્ટમ અપનાવી છે, પરંતુ જા પ્રાયોગિક ધોરણની કોન્ટ્રાકટ સિસ્ટમ સફળ નીવડશે તો આગામી દિવસોમાં શહેરભરના હોલ અને પાર્ટી પ્લોટમાં આ મામલે ખાનગીકરણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મ્યુનિસિપલ તંત્રના જે તે ઝોનના હેલ્થ વિભાગ દ્વારા જે તે હોલની સાફ સફાઇ કરાવાય છે. જાકે હેલ્થ વિભાગની કામગીરી ભારે ટીકા પાત્ર બનતાં તંત્રે ખાનગીકરણનો રસ્તો પસંદ કર્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"