સુરત, તા.૨૨જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ચોર્યાસી તાલુકાના પારડી-કણદે ગ્રામ પંચાયતના કચરાનું મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવે તેવી સાંસદશ્રીની રજુઆત સંદર્ભે ગ્રામ પંચાયત પોતે જ કચરાનું વ્યવસ્થાપન કરી શકે તે માટે સરકારી જમીન ઉપલબ્ધ કરવા માટેની કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. ભાઠેના ખાતે જીઈબીના હાઈટેન્શન ટાવર રસ્તા પર હોવાના કારણે વારંવાર અકસ્માતો થતા હોય છે જેને ખસેડવા માટેની રજુઆત સંદર્ભે પાલિકાને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તાપી નદી શુધ્ધિકરણ પ્રોજેકટની કાર્યવાહી ઝડપી બનાવવાની ધારાસભ્યશ્રી હર્ષ સંધવીની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સિંચાઈ અને ભુસ્તરવિભાગ તથા સબંધિત વિભાગોએ સંકલનમાં રહીને હાલ સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી આગળની કાર્યવાહી ઝડપી બનાવવાની તાકીદ કરી હતી. કોલેજોના યુવાધનમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું હોય છે ચિંતાજનક છે જેને જડમૂળથી ડામવા માટે તથા અઠવાગેટથી ડુમસ સુધી ચોક્કસ ટોળકીઓ દ્વારા બાઈક સ્ટંટ કરવામાં આવી રહ્યા છે જેની સામે કાર્યવાહી કડક કરવાની સૂચનાઓ કલેકટરશ્રીએ આપી હતી. આ ઉપરાંત લંકા વિજય પર તાપી નદીના પાળાના દબાણો દુર કરવા, સુડામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા, ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના બિલો સમયસર બનાવવાની રજુઆતો થઈ હતી.
ભાગ-૧ની બેઠકમાં વિવિધ વિભાગોના બાકી પેશન કેસો, નાગરિક અધિકારપત્રની બાકી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય, એ.જી.ના ઓડીટ પેરાઓન જવા કરવા, પડતર કાગળોનો નિકાલ, ઓનલાઇન ફરિયાદોનો નિકાલ કરી ડેટા એન્ટ્રી સમયસર કરવા તથા સરકારી બાકી વસુલાતની કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેકટરશ્રીએ આપી હતી.
બેઠકમાં સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્યસર્વશ્રી વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, સંગીતાબેન પાટીલ, નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કૈલેયા સહિત પ્રાંત અધિકારીઓ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



