વૈશાખી પર્વ મનાવવા પાક. ગયેલાં જથ્થામાંથી અમૃતસરનો યુવાન ગુમ

0
11

અમૃતસર,
તા.૨૨/૪/૨૦૧૮

વૈશાખી પર્વ મનાવવા માટે પાકિસ્તાન ગયેલાં ભારતીયોના જથ્થામાં સામેલ ૨૨ વર્ષનો અમૃતસરમાં રહેતો અમરજીત સિંહ ગુમ થઈ ગયો છે. શનિવારે બપોરે પાકિસ્તાન ગયેલી જથ્થો પરત ફર્યો તો કોઈને તે વાત પર ધ્યાન ન ગયું, પરંતુ જ્યારે સાંજ સુધી યુવાન ઘરે ન પહોંચ્યો તો તેની તપાસ શરૂ થઈ હતી. શખ્સનો પાસપોર્ટ લાહોરમાં મળ્યો હોવાની વાત સામે આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ પણ ચોક્કસ થઈ ગઈ છે. આ ઉપરાંત હોશિયારપુરની કિરણબાલા પણ પરત નથી ફરી. કહેવામાં આવે છે કે કેટલાંક દિવસ પહેલાં તેને ઈસ્લામ કબૂલી પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. મહિલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ૧૨ એપ્રિલે ૧૭૯૪ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન ગયા હતા.

અમૃતસરના રઇયા નિવાસી અમરજીતના ભાઈ પ્રભજાતે જણાવ્યું કે તેનો ફોન પણ બંધ છે. પાકિસ્તાન ગયેલાં જથ્થાના પ્રધાન જત્થેદાર સ્વર્ણસિંહ ગિલે જણાવ્યું કે જથ્થામાં એક સંદિગ્ધ જાવા મળ્યો હતો, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું.
મોડી સાંજે અફવા ફેલાઈ હતી કે અમરજીત સડકના રસ્તે પરત ફર્યો છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. એજન્સીના લોકો અમરજીતના ઘરે પણ પહોંચ્યા હતા. આ તરફ કસ્ટમે તે અંગેની તપાસ શરૂ કરી તો ખ્યાલ આવ્યો કે સડક માર્ગથી આવનારો અમરજીત અન્ય કોઈ હતો.

કિરણનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પાકિસ્તાની પતિની સાથે લાહોરના બજારમાં ઈસ્લામિક રીતે દુપટ્ટો રાખતી નજરે પડે છે. તેને કહ્યું કે તે ક્યારેય ભારત પરત ફરવા નથી માગતી અને પાકિસ્તાનમાં જ રહેવા માગે છે. ભારતમાં તેના જીવને ખતરો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY