સુરત,તા.૨૪
શહેરમાં રત્ન કલાકારોને આ વર્ષે ફરી વાર બોનસમાં કાર મળશે. હરિકૃષ્ણ એક્સપોર્ટ પોતાનાં રત્ન કલાકારોને કાર આપશે. કંપની ૬૦૦ જેટલાં રત્ન કલાકારોને દિવાળી બોનસમાં કાર ભેટમાં આપશે. પીએમ મોદી દિલ્હીમાં કંપનીની દિવ્યાંગ યુવતીને કારની ચાવી આપશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી રત્ન કલાકારોને સંબોધન કરશે. અત્યાર સુધી ૧૮૦૦ કાર કંપનીનાં કારીગરોને બોનસ પેટે આપવામાં આવી છે. આવતી કાલે સવારે ૧૦.૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડાંક સમય પહેલાં પણ શહેરમાં ભામાશા તરીકે ઓળખાતા ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાની વધુ એક વખત દરિયાદિલી સામે આવી હતી. હરિકૃષ્ણ એક્સપોર્ટનાં માલિક સવજીભાઈની દરિયાદિલીથી તો સૌ કોઈ વાકેફ છે. મહત્વનું છે કે તેઓએ પોતાની કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને દિવાળીનો સમય આવતાં હવે અવનવી ગિફ્ટ આપવા સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓનાં કારણે તેઓનું નામ જાણીતું છે.
સવજીભાઈએ પોતાનાં કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે મર્સિડીઝ કાર આપી હતી. SRK ડાયમંડમાં આનંદીબેનનાં હસ્તે ૩ કર્મચારીઓને એક કરોડથી વધુની કિંમતની મર્સિડીઝ કાર ભેટ અપાઇ હતી. આ ઉપરાંત એક કર્મચારીનું મોત થતાં તે કર્મચારીનાં પરિવારને ૧ કરોડનો ચેક પણ અર્પણ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






