બનાસકાંઠામાં પડતર માંગોને લઇને ૬૫૫ તલાટીઓએ તાલુકા પંચાયત કચેરીમાં કર્યો વિરોધ

0
6

બનાસકાંઠા,તા.૨૪
રાજ્યભરના તલાટીઓ પોતાની પડતર માગોને લઈને ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. બનાસકાંઠા જિલ્લાના ૮૭૯ ગામોના કુલ ૬૫૫ તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્રીજા દિવસે તલાટીઓએ પાલનપુર તાલુકા પંચાયત કચેરીમાં માનવ સાંકળ રચી અને બેનરો દર્શાવીને વિરોધ કર્યો હતો. સાથે જ આગામી સમયમાં રાજ્ય તલાટી મહામંડલ જે આદેશ આપે તે પ્રમાણે કાર્યક્રમો યોજાશે. સતત ત્રણ દિવસથી તલાટીઓની હડતાળ ચાલુ રહેતા ગ્રામ પંચાયત કચેરીએ લોકોને કામકાજ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.
રાજ્યભરમાં તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે જેમાં સતત ત્રીજા બનાસકાંઠાના કુલ ૮૭૯ ગામોના ૬૫૫ તલાટીઓએ હડતાલ ચાલુ રાખી માનવ સાંકળ રચી વિરોધ દર્શાવ્યો હતો. તલાટીઓની હડતાલના કારણે ગ્રામ પંચાયતોમાં દાખલા,ઉતારા લેવા સહિતના કામ માંટે આવતા લોકોના કામકાજ ઠપ્પ થઈ ગયા છે.
રાજ્યભરના તલાટીઓ ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા પોતાની પડતર માંગને લઈ હડતાલનું એલાન અપાતા બનાસકાંઠા જિલ્લાના કુલ ૮૭૯ ગામોના કુલ ૬૫૫ તલાટીઓ કામકાજથી અળગા છે.
ત્રીજા દિવસે તલાટીઓએ પાલનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે માનવ સાંકળ રચી અને બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. તલાટી મંડળની મુખ્ય માનગણીઓમાં તલાટી સંવર્ગના કર્મચારીઓને માત્ર એક જ ગ્રેડમાં બઢતી અપાય છે. જે તમામ વિભાગમાં અપાય,ફિક્સ પગારદારોને કાયમી કરી તેમના એરિયર્સની ચુકવણી કરાય સહિતની માંગો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાળ જારી રહેશે અને આગામી સમયમાં રાજ્ય તલાટી મહામંડલ જે આદેશ આપે તે પ્રમાણે કાર્યક્રમો યોજાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY