21 ઓવરલોડેડ ટ્રકો છોટાઉદેપુર થી સુરત લઈ જાવતી હતી પોલીસનું ચેકીંગ જોઈ ટ્રક ચાલકો ટ્રક મૂકીને ફરાર,નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ફરી ઊંઘતું ઝડપાયું.
રાજપીપળા:નર્મદા આર.ટી.ઓ વિભાગ દ્વારા અગાઉ પણ બે-બે વાર નર્મદા જિલ્લામાંથી પસાર થઇ રહેલી ઓવરલોડેડ ટ્રકો ઝડપી પડાઈ હતી.ત્યારે ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું.ત્યારે શનિવારે નર્મદા જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ વિભાગે ફરી છોટાઉદેપુર થી સુરત તરફ જઈ રહેલી 21 જેટલી ઓવરલોડેડ હાઇવા ટ્રકો ઝડપી પાડતા ત્રીજી વાર ખાણખનિજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે.આ બનાવ બાદ ખાણખનિજ વિભાગ દ્વારા રેતી માફિયાઓને છૂટો દોર અપાઈ રહ્યો હોવાની વાતો વહેતી થઈ છે.
છોટાઉદેપુર થી સુરત તરફ રોજે રોજની અસંખ્ય રેતી ભરેલી ટ્રકો નર્મદા જિલ્લામાંથી પસાર થઈ રહી છે.ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કાન કરતા હોવાનું સાબિત થાય છે.શનિવારે ગરૂડેશ્વર પોલીસે આર.ટી.ઓ ને સાથે રાખીને ટ્રાફિક ડ્રાઇવ રાખી હતી.દરમિયાન એમણે છોટાઉદેપુરથી સુરત તરફ જઈ રહેલી 21 જેટલી ઓવરલોડેડ રેતી ભરેલી હાઇવા ટ્રકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા કેટલા સમયથી બોડેલી અને છોટાઉદેપુરમાં ઓવરલોડેડ અને રોયલ્ટી ચોરી કરીને રેતી ખનનનો ધીકતો ધંધો થઈ રહ્યો હોવાની બુમો ઉઠી છે.ત્યારે ભુ માફિયાઓને ખાણ ખનીજ વિભાગના સૂચક મૌનને પગલે છૂટો દોર મળી રહ્યો હોવાનું સાબિત થાય છે.શનિવારે ગરૂડેશ્વર પોલીસ અને નર્મદા આર.ટી.ઓ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 21 જેટલા ઓવરલોડેડ રેતી ભરેલા હાઇવા ઝડપી પાડ્યા છે.જોકે આ ચેકીંગ દરમિયાન ટ્રક ચાલકો ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા અને આર.ટી.ઓ વિભાગે તમામ ટ્રકોને મેમો ફટકારી દંડની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં રેતી માફિયાઓ સામે પ્રથમવાર આટલી મોટી કાર્યવાહીને પગલે રેતી માફિયાઓની ફફડાટ મચી જવા પામ્યો છે.
ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"