દિવાળી વેકેશનનું બુકિંગ ખૂલતાં મોટા ભાગની ટ્રેનો હાઉસફૂલ

0
29

ગાંધીનગર,તા.૧
દિવાળીના તહેવારોને હજુ ૩ મહિનાની વાર છે તે પહેલાં જ ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ થવા લાગી છે. હરવા-ફરવા માટે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ જવા માટે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ તો ઠીક પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં પણ ઊંચા વેઇટિંગ બોલાઇ રહ્યાં છે.
ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા જવા માટે યાત્રિકોનો ધસારો વધી રહ્યો છે. આ રૂટની મોટા ભાગની ટ્રેનોમાં પ૦થી ર૭૦ સુધીનું વેઇટિંગ પહોંચ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ ફરવા જવા માટે લોકો અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે. દિવાળીનું બુકિંગ ખૂલતાં જ મોટા ભાગની ટ્રેનો ફુલ થઇ રહી છે.
દિવાળી, નાતાલ કે ઉનાળુ વેકેશન હોય, ગુજરાતીઓનો ફરવા જવાનો શોખ તમામ વેકેશનમાં દેખાઇ આવે છે. ગુજરાતીઓની ફરવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં પહેલી પસંદ ટ્રેનની રહે છે. મુસાફરો ૩ મહિના અગાઉ ટ્રેનમાં પ્રવાસ માટે બુકિંગ કરાવી દેતા હોય છે.
હાલમાં દહેરાદૂન-ઉત્તરાંચલ એક્સપ્રેસમાં સ્લીપર ૩ર૪ અને એસી ૮ર સીટનું વેઇટિંગ છે. જ્યારે વારાણસી એક્સપ્રેસમાં એસી અને સ્લીપરનું મળીને કુલ ૩૪રનું વેઇટિંગ છે. હાવરા એક્સપ્રેસમાં ૩ર૩, કટરા-વૈષ્ણોદેવી એક્સપ્રેસમાં ૧૧૬, મુઝફ્ફરનગર-મોતીહારી એક્સપ્રેસમાં રર૧, ગોરખપુર એક્સપ્રેસમાં ૧પ૬ અને ગુવાહાટી એક્સપ્રેસમાં રર૩નું વેઇટિંગ ચાલી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY